આ નદીમાં પાણીની સાથોસાથ વહે છે સોનુ- લેવા માટે લોકો કરી રહ્યા છે પડાપડી

સોસિયલ મીડિયા પર અવારનવાર રોચક તથા આશ્વર્યજનક જાણકારી સામે આવતી હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક જાણકારી સામે આવી છે. સમગ્ર વિશ્વમાં એવી કેટલીક નદીઓ છે કે, જે તેમના આકાર તેમજ કદ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે.

ગંગા, બ્રહ્મપુત્ર, નીલ, એમેઝોન વગેરે જેવી અનેક મોટી નદીઓ છે કે, જેને જોવા માટે લોકો દૂર-દૂરથી આવતા હોય છે. સામાન્ય રીતે નદીઓમાં ફક્ત પાણી વહેતું હોય છે. જયારે હાલમાં આપણે આપણી નદીઓને એટલી પ્રદૂષિત કરી  રહ્યા છીએ કે, પાણી, પ્લાસ્ટિક, કચરો, કેમિકલ તથા એટલી બધી ગંદકી તેમાં વહે છે.

બીજી તરફ, શું તમે ક્યારેય એવી નદી અંગે સાંભળ્યું છે કે, જેમાં સોનું વહે છે? હા! થાઈલેન્ડમાં પણ આવી જ એક નદી છે કે, જ્યાં પાણીની સાથે સોનું વહે છે. જેને લીધે નદી કિનારે પાસે રહેતા લોકોની ભીડ ઉમટે છે. ઘણીવખત દૂર-દૂરથી લોકો સોનાની શોધમાં અહીં આવે છે.

આ નદી હાલમાં આ ખાસ વાતને લઈ ચર્ચામાં આવી છે. આ નદીને ‘સુવર્ણ નદી’ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે થાઈલેન્ડના ગોલ્ડ માઉન્ટેન પ્રદેશમાં વહે છે. આ સ્થળ થાઇલેન્ડના દક્ષિણ ભાગમાં હાજર છે કે, જે મલેશિયાની સરહદ ધરાવે છે. આ વિસ્તારમાં ખુબ લાંબા સમયથી સોનાની ખનન કરવામાં આવી રહી છે.

આ એક મોટું કારણ છે, જેને લીધે નદીમાં પાણીની સાથે-સાથે સોનાના નાના ટુકડા પણ વહે છે. સોનાની અયસ્ક નદીના કાદવમાં ઓગળી જાય છે. પાસેના ગ્રામજનો અહીં આવે છે તેમજ નદીના કાદવમાંથી સોનાને ગાળવાનું કામ કરે છે તથા જે પણ સોનું મળી રહે છે, તેઓ તેને પોતાની સાથે લાવેલ બેગમાં ઘરે લઈ જાય છે.

આવી પરીસ્થિતિમાં, આ નદી અનેક લોકોની આવકનું મુખ્ય સ્ત્રોત બની ગઈ છે. માટીમાંથી સોનું કાઢવા માટે તથા  તેને વેચીને આજીવિકા મેળવવા માટે લોકો અહીં આવે છે. કોરોનાને લીધે થાઇલેન્ડના આ વિસ્તારમાં રહેતા લોકોએ તેમની નોકરી ગુમાવી છે. આ પરીસ્થિતિમાં લોકો પણ અહીં આવીને સોનું શોધીને પૈસા કમાઈ રહ્યા છે.

સખત મહેનત કર્યા બાદ, અહીંથી આટલા જથ્થામાં સોનું ઉપલબ્ધ છે કે, જેથી દૈનિક ખર્ચ પૂર્ણ થઈ શકે છે. અહીં રહેતી એક મહિલા જણાવે છે કે, તે અહીં સતત 15 મિનિટ કામ કરીને અંદાજે 244 રૂપિયા કમાય છે. મહિલા પણ આ કામથી ખૂબ જ ખુશ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *