ધો.12માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ હોસ્ટેલમાં જ ગળેફાંસો ખાઈ ટુંકાવ્યું જીવન, સુસાઇડ નોટ વાંચી લોહીના આંસુએ રડ્યો પરિવાર

રાજકોટ(Rajkot): આજના યુવાધનમાં સહનશક્તિનો ખુબ જ અભાવ જોવા મળી રહ્યો છે. લોકો નજીવી બાબતે પોતાનું ટૂંકાવી દેતા થઇ ગયા છે. ત્યારે હાલ તો એક એવી ઘટના સામે આવી છે, જેના વિશે સાંભળી તમે પણ ચોકી ઉઠશો. આ ઘટનામાં ધો.12માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ હોસ્ટેલમાં જ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. ઘટનાને પગલે અન્ય વિદ્યાર્થિનીઓ આઘાતમાં સરી પડી છે. તેમજ ઘટનાની જાણ પોલીસને થતા તેઓ પણ તાત્કાલિક પણે ઘટના સ્થળે દોડી આવી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

દેવાંશી જેતપુરના કેરાળી ગામની વતની:
ઘટના વિશે વિગતવાર વાત કરીએ તો, જેતપુરના કેરાળી ગામની રહેવાસી દેવાંશી સરવૈયા નામની યુવતી રાજકોટના સાધુ વાસવાણી રોડ નજીક ખાનગી ગર્લ્સ હોસ્ટેલમાં ધો.12માં અભ્યાસ કરી રહી હતી. આ દરમિયાન તેણીએ આજે સુસાઇડ નોટ લખી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. જેને પગલે અન્ય વિદ્યાર્થીનીઓમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો.

ઘટનાની જાણ થતા જ પોલીસ તાત્કાલિક પણે ઘટના સ્થળે દોડી આવી હતી. તેમજ આ અંગે તપાસ હાથ ધરી હતી. ત્યારે તપાસ દરમિયાન દેવાંશીએ લખેલી સુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં તેણે લખ્યું હતું કે, ‘Good Bye and Sorry, મને કાંઈ વાંધો જ નથી, પણ મને નથી ગમતું. માથું બહુ જ દુખ્યા કરે છે. પપ્પા તમે કાંઈ ટેન્શન ન લેતા, Sorry પપ્પા મને માફ કરી દેજો. ભાઈ અને મમ્મી મને માફ કરી દેજો, ભાઈ મમ્મી-પપ્પાનું ધ્યાન રાખજે. Bye I Love you mom and dad and Bhai.’

પોલીસે સુસાઇડ નોટ જપ્ત કરી:
ત્યારે હાલ પોલીસ દ્વારા સુસાઇડ નોટ જપ્ત કરી દેવાંશીના પરિવારને જાણ કરવામાં આવી છે. તેમજ હોસ્ટેલ સંચાલકની પૂછપરછ કરવામાં આવી છે. સાથે જ પોલીસે દેવાંશીના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી દીધો છે. હાલ આ અગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ  છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *