કોરોનાના કહેર વચ્ચે આવ્યા સારા સમાચાર, આ કમ્પ્યુટરે શોધી કાઢી દવા

કોરોના વાઈરસ સામે અદ્રશ્ય જંગ લડી રહેલી દુનિયા માટે એક સારા સમાચાર છે. વિશ્વના સૌથી તેજ કોમ્પ્યુટરે એવા કેમિકલની ઓળખ કરી છે, જે કોરોના વાઈરસને ફેલાતો રોકવામાં સક્ષમ છે. આ કેમિકલની ઓળખ થયા બાદ કોરોનાની વૈક્સીન શોધવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. હકીકતમાં કોરોનાએ વિશ્વભરના વૈજ્ઞાનિકો સમક્ષ એવો પડકાર ઉભો કર્યો છે, જેનો ઈલાજ હજુ સુધી કોઈ શોધી શક્યું નથી.

ચીનના વુહાન શહેરથી શરૂ થયેલો કોરોના વાઈરસ આજે સમગ્ર વિશ્વમાં ફેલાઈ ચૂક્યો છે. આ વાઈરસનો ઝડપી ફેલાવો સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય બન્યો છે. આ બીમારી સામે લડવાની દિશામાં એક મોટી સફળતા મળી છે. AIથી સજ્જ IBMના સુપર કોમ્પ્યુટર સમિટે એવા રસાયણોનની ઓળખ કરી છે, જે કોરોનાને ફેલાતો રોકવામાં સક્ષમ છે.

CNN રિપોર્ટ પ્રમાણે, આ પરીક્ષણ દરમિયાન સુપર કોમ્પ્યુટર સમિટે હજારો પરીક્ષણ કર્યા. જેમાં તેણ 77થી વધુ એવા રસાયણોની ઓળખ કરી, જે કોરોના વાઈરસને પ્રસરતો રોકવા માટે સક્ષમ છે. આ શોધ બાદ હવે કોરોનાની સૌથી વધુ પ્રભાવી વૈક્સીનનો માર્ગ મોકળો થતો જોવામાં આવી રહ્યો છે. આ પ્રયોક ઓક રિઝ નેશનલ લેબોરેટરીમાં કરવામાં આવ્યો છે.

જણાવી દઈએ કે, સુપર કોમ્પ્યુટર સમિટનું નિર્માણ વિશ્વની સમસ્યાઓના સમાધાન મેળવવા માટે કરવામાં આવ્યું છે. અમેરિકાના ઉર્જા વિભાગે વર્ષ 2014માં સમિટ પર કામ શરૂ કર્યું હતું. આ સુપર કોમ્પ્યુટર 200 પેટાફ્લોપની ગણના કરવામાં સક્ષમ છે. આ સૌથી ઝડપી લેપટોપથી 10 લાખ ગણું વધુ શક્તિશાળી છે. હવે રિસર્ચ કરનારી ટીમ સમિટ પર ફરીથી આ 77 રસાયણોની તપાસ કરશે અને કોરોનાના ખાત્મા માટે સૌથી શ્રેષ્ઠ મૉડલનું નિર્માણ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *