કેન્દ્ર સરકારે દિવાળી પહેલા દેશના ખેડૂતો માટે ખજાનો ખોલ્યો છે. કેબિનેટની બેઠકમાં રવિ પાકો પર ન્યૂનતમ સમર્થન મૂલ્ય વધારવા અંગે નિર્ણય પર મંજૂરીની મહોર મારી છે. રવિ પાકોના વાવેતર થયા પહેલા સરકાર સિઝનના મુખ્ય પાકોનું ન્યૂનતમ સમર્થન મૂલ્ય (Minimum Support Price-MSP)માં વધારો કરવાની જાહેરાત કરી શકે છે. આજે મળનારી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ચાલુ વર્ષ 2019-20 (જુલાઈ-જૂન)ની અગામી રવિ સિઝનના પાકોની MSP વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ટેકનો ભાવ વધારવાની ભલામણ :-
કમિશન ફોર એગ્રીકલ્ચર કોસ્ટ એન્ડ પ્રાઈસ (CACP) દ્વારા રવિ પાકોની MSPમાં વધારો કરવાની ભલામણ કર્યા બાદ લાંબા સમયથી તેની જાહેરાતની રાહ જોઈ રહ્યું છે. જો કે આવે આ આતુરતાનો ટૂંક સમયમાં અંત આવશે, કારણ કે આજે સરકાર તેના પણ નિર્ણય લઈ શકે છે.
ક્યા પાકો પર ટેકનો ભાવ વધારવાની ભલામણ ?
સુત્રો અનુસાર CACPએ ચાલુ રવિ સિઝનમાં ઘઉંનું MSP વધારીને 1925 રૂપિયા, જઉંનું 1525 રૂપિયા, ચણાનું 4825 રૂપિયા, મસૂરનું 4800 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવાની ભલામણ કરાઈ હતી. ગત સિઝન 2018-19માં ઘઉંનું MSP 1840 રૂપિયા, જઉંનું 1440 રૂપિયા, ચણાનું 4620 રૂપિયા, મસૂરનો 4475 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતું. આ રીતે ઘઉં અને જઉની MSPમાં 85 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, જ્યારે ચણા અને મસૂરની MSPમાં અનુક્રમે 205 અને 325 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો વધારો કરવાની ભલામણ કરાઈ હતી.
CACPની ભલામણ પર મંત્રીમંડળમાં MSPમાં વૃદ્ધિ કે ઘટાડો કરવા અંગે નિર્ણય લેવાઈ શકે છે. જાણવા મળી રહ્યું છે કે, હરિયાણા અને મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીને લઈને રવિ પાકોની MSPની જાહેરાતમાં વિલંબ થયો. જણાવી દઈએ કે, બન્ને રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની સાથે દેશના અનેક રાજ્યોમાં પણ અનેક બેઠકો પર સોમવારે પેટાચૂંટણી માટે મતદાન યોજાયું હતું.