સરકારે નિયમો તો થોપી દીધા પરંતુ સુરત RTO પાસે જ પુરતી તૈયારી નથી…..

સુરત આરટીઓના એચએસઆરપી સેન્ટર પર છેલ્લા કેટલાક સમયથી રોજની અંદાજિત 100 પ્લેટ ફિટ થતી હતી અને 100 લોકો ફી ભરી તારીખ લઈ રહ્યા હતા.જોકે નવા ટ્રાફિક નિયમોને કારણે આરટીઓમાં આ સંખ્યા વધીને 500 થઇ ગઇ છે. અને 500 લોકો ફી ભરી રજીસ્ટ્રેશન કરાવી ગયા હતા.

વાહન માલિકોની રાહત માટે આગામી 16મી સપ્ટેમ્બરને બદલે 16મી ઓક્ટોબર સુધી વાહનચાલકોને એચએસઆરપી ન હોવાનો દંડ નહિ લાગે પણ ત્યાર બાદ એચએસઆરપી નહી હોય તો વાહન ચાલકો પાસેથી દંડ વસુલ કરવામાં આવશે. જેમાં ટુ વ્હીલરના 100 ફોર વ્હીલરના 200, હેવી વાહનના રૂા.1000 દંડ લેવામાં આવશે. સુરત આરટીઓમાં નોંધાયેલા 31લાખ જેટલા વાહનો પૈકી 15,69,000 નવા જુના વાહનોમાં એચએસઆરપી ફિટ થઇ ચુકી છે.

જયારે બાકીના વાહનોમાં હજી પ્લેટ ફિટ થવાની બાકી છે. આ માટે ઘર બેઠા એચએસઆરપી ફિટ કરી આપવા સુધીની સ્કીમ ચલાવાઈ હતી જોકે લોકોએ રસ ન લેતા મોટી સંખ્યામાં વાહનો બાકી રહી જવા પામ્યા છે.રોજ આરટીઓમાં મહત્તમ કેપેસીટી મુજબ પણ પ્લેટ ફિટ કરવામાં આવે તો પણ 16 ઓક્ટોબર સુધી શહેરના 15,000 વાહનોમાં જ એચએસઆરપી ફિટ થઇ શકે એમ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને Whatsapp, FacebookTwitterInstagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *