લગ્નની શરણાઈઓ ગુંજે તે પહેલા જ વરરાજાનું મોત, સુરતમાં લગ્નની કંકોત્રી આપવા નીકળેલા યુવક સાથે એવી ઘટના બની કે…

સુરત(Surat): પોતાના જ લગ્નની કંકોત્રી(wedding ceremony) વેચવા નીકળેલા યુવકનું રસ્તામાં જ અકસ્માત(Accident) થતાં મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી અનુસાર, ત્રણ દિવસ પહેલા બાઈક ઉપર સુરતના પર્વત પાટિયા(Parvat Patiya) વિસ્તારમાંથી પોતાના લગ્નની કંકોત્રી આપવા માટે નીકળેલા યુવકને પર્વત પાટિયાથી સરદાર માર્કેટ જતા રસ્તા પર ટ્રક ચાલકે પાછળથી અડફેટે લઈ બંને પગ ઉપરથી ટ્રક ચાલી ગઈ હતી અને દર્દનાક અકસ્માત નડ્યો હતો.

જેને લઇ સારવાર અર્થે તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન યુવકનું બે દિવસ પછી મોત થયું હતું. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે અને આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. હાલમાં પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. લગ્નના ઘરમાં જ વરરાજાનું અકસ્માતને લઈને મોતની પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

મળતી માહિતી અનુસાર મૂળ રાજસ્થાનનો વતની અને 26 વર્ષીય જીતેન્દ્રદાન દોલતદાન ચારણ પરિવાર સાથે ગોડાદરા સ્થિત લક્ષ્મીપાર્ક સોસાયટીમાં રહેતો હતો. તે અને તેનો ભાઈ સાથે સુરતમાં કાપડનો વ્યવસાય કરતા હતા. જીતેન્દ્રના પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો કારણ કે, આવનારી 22 ફેબ્રુઆરીના રોજ જીતેન્દ્રના લગ્ન નક્કી થયા હતા. તે પોતાના લગ્નના આમંત્રણ માટે શહેરમાં તમામને કંકોત્રી આપવા માટે જાતે જઈ રહ્યો હતો. પરંતુ જીતેન્દ્રને ક્યાં ખબર હતી કે લગ્ન પહેલા જ તેનું અકાળે અકસ્માતમાં જ મોત નીપજશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પર્વત પાટિયા પાસે પહોંચતા તેની બાઈકને સિમેન્ટ ભરેલા ટ્રકે જોરદાર ટક્કર મારી હતી અને યુવક ગંભીર અકસ્માતનો ભોગ બન્યો હતો.આ દરમિયાન તે બાઈક પરથી નીચે જમીન પર પટકાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, જીતેન્દ્રને અકસ્માતમાં બંને પગ ઉપરથી ટ્રક પસાર થઈ ગઈ હતી. જેને કારણે જીતેન્દ્રને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. જ્યાં જીતેન્દ્રનું સારવાર દરમિયાન જ મોત નીપજ્યું હતું. યુવકના મોતને લઈને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. બીજી બાજુ આ ઘટનાને લઈને પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

મહત્વનું છે કે, જીતેન્દ્રના લગ્નની શરણાઈઓ વાગી રહી હતી અને ગામમાં તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી હતી. બંને પરિવારમાં ખૂબ જ ખુશીનો માહોલ હતો. યુવતીના પરિવારમાં પણ તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી હતી. યુવતી તો હવે આ નવા જીવન સંસારના સપનાઓ પણ માંડી ચૂકી હતી. પરંતુ કમનસીબે આ તમામ ખુશીઓ પર કોઈકની નજર લાગી ગઈ હોય તેમ અચાનક જ ઉમંગનો અને આનંદનો માહોલ બંને પરિવાર માટે માતમ લઈને આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *