સૌરાષ્ટ્રના આ બે ઉમેદવારોએ હાર સ્વીકારી- આમ આદમી પર ઠીકરું ફોડતા જુઓ શું કહ્યું

ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભા 2022 ની ચૂંટણીમાં ભાજપને ફરી જેકપોટ લાગ્યો હોય તેવું લાગી રહ્યું છે. ભાજપનું 27 વર્ષનું શાસન કાયમ રહ્યું છે અને હવે આગામી…

ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભા 2022 ની ચૂંટણીમાં ભાજપને ફરી જેકપોટ લાગ્યો હોય તેવું લાગી રહ્યું છે. ભાજપનું 27 વર્ષનું શાસન કાયમ રહ્યું છે અને હવે આગામી 5 વર્ષ ગુજરાતની ધુરા સંભાળશે તેવું હાલના ટ્રેન્ડ પરથી કહી શકાય છે. મહત્વનું છે કે, મતગણતરી કેન્દ્રો પર ભાજપ દ્વારા ફટાકડા ફોડવામાં આવતા કોંગ્રેસના ઉમેદવારો ગાયબ થઈ રહ્યાં છે. ત્યારે આ દરમિયાન કોંગ્રેસના એક ઉમેદવારે અત્યારે જ હારનો સ્વીકાર કરી દીધો છે. ધોરાજીથી કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ મીડિયા સામે પોતાની હારનો સ્વીકાર કર્યો છે.

લલિત વસોયાએ જુઓ શું કહ્યું?
પોતાની હાર દેખાતા લલિત વસોયાએ મીડિયા સામે પોતાની હાર સ્વીકાર કરી હતી. તેમણે જણાવતા કહ્યું હતું કે, આમ આદમી પાર્ટી કોંગ્રેસને નુકસાન કરી રહી છે. મારા અને આમ આદમી પાર્ટીના મત ગણીએ ભાજપ કરતા વધુ મત થાય છે. હાલના પરિણામ અનુસાર, AAPને કારણે હુ ધોરાજી બેઠક પરથી હારી રહ્યો છું. બધી જગ્યાએ AAP બીજા નંબરે નથી. મારા મત વિસ્તારમાં પાંચ રાઉન્ડમાં હુ આગળ ચાલી રહ્યો છું, અને હજી પણ હું જ આગળ રહીશ એ દાવા સાથે કહુ છું. પરંતુ આમ આદમી પાર્ટી કોંગ્રેસ પાર્ટીને નુકસાન કરી રહી છે, તેને કારણે માત્ર ધોરાજી અને ઉપલેટા જ નહિ, પરંતું આખા સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને હારનો સામનો કરવો પડી રહ્યો છે.

કોંગ્રેસના ઉમેદવાર  ગઢડાના જગદીશ ચાવડાએ હાર સ્વીકારી:
મહત્વનું છે કે, ગઢડા 106 કોંગ્રેસના ઉમેદવાર જગદીશ ચાવડાએ હાર નજર સામે દેખાતા નિરાશ થઇને ઘર તરફ ચાલતી પકડી હતી. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના ઉમેદવાર જગદીશ ચાવડાએ પોતાની હાર સ્વીકારી હતી. 7 રાઉન્ડ પુરા થતા કોંગ્રેસના ઉમેદવાર મતગણતરી સેન્ટરથી નિરાશ થઇને ઘર તરફ ચાલતી પકડી હતી.

પ્રથમ તબક્કાની ચૂંટણીમાં 89 બેઠકો પર સરેરાશ 63.14 ટકા જેટલું થયું છે મતદાન:
ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીમાં વિધાનસભાની 182 પૈકી 89 બેઠકો પર સાંજના પાંચ વાગ્યા સુધીમાં પૂર્ણ થઇ જતા 788 ઉમેદવારોનું ભાવી EVMમાં કેદ થયું હતું. પ્રથમ તબક્કાની આ ચૂંટણીમાં તમામ 89 બેઠકો પર સરેરાશ 63.14 ટકા મતદાન નોંધાયું હતું.

બીજા તબક્કામાં સરેરાશ 64.39 ટકા જેટલું થયું છે મતદાન:
જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. મળતી માહિતી અનુસાર બીજા સરેરાશ 64.39 ટકા જેટલું મતદાન થયું છે. મહત્વનું છે કે, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં તમામ મતદાન બૂથ પર શાંતિપૂર્વક રીતે મતદાન પૂર્ણ થયું છે. 93 બેઠક પર 833 ઉમેદવારનું ભાવિ EVMમાં સીલ થઈ ગયું છે. આ તબક્કાના મતદાન દરમિયાન મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

2017માં જાણો શું હતું પરિણામ:
મહત્વનું છે કે, 2017માં ભાજપને 99, કોંગ્રેસને 77, NCP-1, BTP-2 અને 3 બેઠક અપક્ષને મળી હતી. આ ત્રણ અપક્ષ બેઠકમાં જીજ્ઞેશ મેવાણી(હાલ કોંગ્રેસમાં), ભૂપેન્દ્ર ખાંટ(નિધન થઈ ગયું), રતનસિંહ રાઠોડ(ભાજપના સાંસદ)નો સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *