ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભા ચૂંટણી પ્રચારમાં PM મોદી(Narendra Modi) 28-29 નવેમ્બર અને 2-3 ડિસેમ્બરના રોજ રોડ શો અને ડોર ટુ ડોર કેમ્પેઇન(Door to door campaign) કરશે. PM મોદી દ્વારા 28-29 નવેમ્બર અને 2-3 ડિસેમ્બરે ગુજરાત ચૂંટણીમાં રોડ શો અને ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવશે. સાથે જ ડોર ટુ ડોર પ્રચાર દરમિયાન PM મોદી મતદારોને સ્લિપનું વિતરણ પણ કરશે. PM મોદી તેમની જાહેર સભામાં આજુબાજુના વિસ્તારોમાં ઘરે ઘરે જનસંપર્ક માટે જશે. PM મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ(Amit Shah), રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા,(JP Nadda) નીતિન ગડકરી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સહિત કુલ 54 નેતાઓ દ્વારા ગુજરાત ચૂંટણીમાં જુદા-જુદા સ્થળોએ મતદારોને સ્લિપનું વિતરણ કરવામાં આવશે.
ભાજપના સ્ટાર પ્રચારકોની યાદી આ મુજબ છે:
ભાજપે 40થી વધુ સ્ટાર કેમ્પેઇન ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે, જેમાં પીએમ મોદી, જેપી નડ્ડા, રાજનાથ સિંહ, અમિત શાહ, નીતિન ગડકરી, સી.આર.પાટીલ, ભૂપેન્દ્ર પટેલ, અર્જુન મુંડા, સ્મૃતિ ઈરાની, ધર્મેન્દ્ર પ્રધાન, મનસુખ માંડવિયા, ભૂપેન્દ્ર યાદવ, પરષોત્તમ રૂપાલા, ભારતીબેન શિયાળ, સુધીર ગુપ્તા, યોગી આદિત્યનાથ, શિવરાજસિંહ ચૌહાણ, હેમંત બિશ્વા શર્મા, દેવેન્દ્ર ફડણવીસ, વિજય રૂપાણી, નીતિન પટેલ, વજુભાઈ વાળા, રત્નાકર, દિનેશ લાલ યાદવ (નિરહુઆ), રવિ કિશન, મનોજ તિવારી, તેજસ્વી સૂર્યા, હર્ષ સંઘવી, હેમા માલિની, પરેશ રાવલ, પ્રદિપસિંહ વાઘેલા, વિનોદ ચાવડા, મનસુખ વસાવા, પ્રશાંત કોરાટ, પૂનમબેન માડમ, શંભુપ્રસાદ ટૂંડીયા, કુંવરજી બાવળિયા, ગણપત વસાવા, પરસો ત્તમ સોલંકી અને પરિન્દુ ભગતનો સમાવેશ કરવામાં આવ્યા છે.
ભાજપે યોગેશ પટેલને સતત 8 મી વખત આપી ટિકિટ:
માંજલપુર બેઠક પર ભાજપ દ્વારા યોગેશ પટેલને ફરી એકવાર રિપિટ કરવામાં આવ્યા છે. યોગેશ પટેલે દાવો કર્યો હતો કે, આજે સવારે મને મોવડી મંડળ તરફથી ફોન આવ્યો હતો. એટલું જ નહીં, મેન્ડેટ મળ્યો હોવાનો પણ યોગેશ પટેલ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ ભાજપ દ્વારા સતત 8મી વખત યોગેશ પટેલને ટિકિટ આપવામાં આવી છે અને યોગેશ પટેલ આજે સમર્થકો સાથે ફોર્મ ભરવા માટે જશે.
બે તબક્કામાં થશે મતદાન:
ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થવાનું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે અને સાથે જ હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.
પ્રથમ તબક્કાનું મતદાન:
પ્રથમ તબક્કામાં 89 બેઠકોનું મતદાન થશે, જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની બેઠકોનો સમાવેશ થાય છે. 19 જિલ્લામાં એટલે કે, કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, મોરબી, અમેરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ , વલસાડમાં 1 ડિસેમ્બરે મતદાન થશે.
બીજા તબક્કાનું મતદાન:
જ્યારે 5 ડિસેમ્બરના બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકોનું મતદાન યોજાશે. 14 જિલ્લામાં એટલે કે, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરામાં 5 ડિસેમ્બરે મતદાન થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.