ગુજરાત(Gujarat): રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ભણકારા વાગી રહ્યા છે. જેમાં છેલ્લા અઢી દાયકા કરતાં વધુ સમયથી ભાજપ(BJP) સત્તામાં બેઠી છે. હાલમાં તો કોંગ્રેસ(Congress) ભાજપને ટક્કર આપી શકે તેવું લાગતું નથી. પરંતુ આમ આદમી પાર્ટી(AAP) વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ટક્કર આપવા માટે મેદાનમાં ઉતરી છે. આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) સતત ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે ફરી એક વાર અરવિંદ કેજરીવાલ આવતી કાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે.
ભાવનગર, મહેસાણા અને ડીસામાં જનસભા:
અત્રે ઉલ્લેખનીય છે કે, અરવિંદ કેજરીવાલ આવતી કાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ 16 અને 17મી ઓક્ટોબરના રોજ ભાવનગર, મહેસાણા અને ડીસામાં જનસભાને સંબોધિત કરશે.
ગોપાલ ઇટાલિયાએ વાયરલ વિડીઓ અંગે જાણો શું કહ્યું?
ગોપાલ ઇટાલિયાએ મીડિયા સમક્ષ વાતચીત કરતા કહ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં આમ આદમી પાર્ટી મજબૂત બની રહી છે. ગુજરાતમાં ભાજપનાં અત્યાચારથી, અન્યાયથી નારાજ થયેલો પાટીદાર સમાજ આમ આદમી પાર્ટીને સપોર્ટ કરી રહ્યો છે. આ જોઈને બોખલાયેલા ભાજપવાળાઓ છેલ્લા ઘણા દિવસથી રોજ નવા નાટકો કરી રહી છે. આ નાટકોમાં 2થી 10 વર્ષ જુનાં વીડિયો શોધી શોધીને લઈ આવે છે અને રોજ અલગ અલગ વિડીયો લઇને આવે છે.
વધુમાં જણાવતા કહ્યું હતું કે, ભૂતકાળમાં કેટલાય પાટીદાર યુવાનોને ગોળી મારવામાં આવી, એમાંથી જે બચી ગયા એમનાં પર ખોટા કેસ કરીને જેલમાં પૂરવામાં આવ્યા. એમાંથી જે બચી ગયા એમને ભાજપમાં જોડી દેવામાં આવ્યા. ગોપાલ ઇટાલિયા કે પાટીદારો શાં માટે રાજનીતિમાં સક્રિય છે? એ વાતને લઈને ભાજપને સતત નફરત થઈ રહી છે. ચીડ ચડી રહી છે. એટલા માટે એક આખું રાષ્ટ્રીય ષડયંત્ર બનાવ્યું છે.
વધુ ઉમેરતા કહ્યું હતું કે, ગોપાલ ઇટાલિયાના નામની માળા ફેરવવા સિવાય આજે કેન્દ્રનાં મંત્રીઓ પાસે પણ કોઇ કામ ધંધો નથી. ગોપાલ એક સાધારણ પરિવારમાંથી આવતો એક સામાન્ય યુવાન છે ગોપાલ કૈં છે જ નહીં, છ કરોડ ગુજરાતીઓ મહાન છે. આજે છ કરોડ જનતા માટે શું કર્યું અને હવે શું કરવા માંગે છે, એ બતાવવાનાં બદલે દસ-સાત વર્ષો પહેલાંનાં વીડિયોમાં કોણ શું બોલ્યું હતું એની ચર્ચાઓ થઇ રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.