ગુજરાત(Gujarat): આજ રોજ રાજ્યની ગ્રામ પંચાયતની ચુંટણીનું પરિણામ(Gram Panchayat Election Results) આવ્યો છે. જેમાં ગામડે ગામડે સરપંચની જીત થઇ છે કેટલાય ઉમેદવારની હાર થઇ છે. ત્યારે આ ચુંટણી દરમિયાન કેટલીક જગ્યાએ માત્ર એક વોટથી જ હાર રીતનો ફેંસલો થતો હોય છે. તો કેટલીક જગ્યાએ ઉમેદવારોને નહીંવત મત મળી રહ્યા છે. આથી નહીંવત મત મેળવતા ઉમેદવારો પણ ચર્ચાનો વિષય બન્યો છે.
ઉમેદવારને ફક્ત 1 જ મત મળ્યો:
ત્યારે વાપી(Vapi) તાલુકાની છરવાળા ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 5માં સભ્યપદ તરીકે ઉભા રહેલા એક ઉમેદવારને ફક્ત 1 જ મત મળ્યો છે. 12 સભ્યોના પરિવાર ધરાવતા આ ઉમેદવારોને ફક્ત એક જ મત મળતાં ઉમેદવાર છરવાળા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વોર્ડ નંબર 5નું પરિણામ ચર્ચાનો વિષય બન્યું હતું.
પરિવારમાં 12 સભ્યો છતાં પણ મળ્યો એક જ મત:
છરવાળા ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 5 માં સભ્ય તરીકે સંતોષભાઈ હળપતિ નામના ઉમેદવારે ઉમેદવારી નોંધાવી હતી. સંતોષભાઈના પરિવારમાં 12 મતદાર સભ્યો છે. તેમ છતાં તેમણે મતપેટીમાંથી નીકળેલા મતમાં માત્ર એક જ મત મળ્યો છે. આમ પોતાના એક મત મળતાં તેમણે ખુબ જ અફસોસ થયો હતો.
ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરેરાશ 78.30 ટકા જેટલું મતદાન થયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યની 1165 ગ્રામ પંચાયતો અને 9613 વોર્ડમાં ઉમેદવારો બિનહરિફ જાહેર થયા છે. રાજ્યમાં આ પ્રકારના પંચાયતી રાજને સમરસ પંચાયત કહેવામાં આવે છે. ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન દરેક મતદાતાઓને બે મત આપવાના હોય છે.
એક મત સરપંચ માટે અને બીજો મત પોતાના વોર્ડમાં પંચાયત સભ્ય માટે આપવાનો હોય છે. વોર્ડની સંખ્યા વધારે હોવાના લીધે આ વખતે ઈલેક્ટ્રિક વૉટિંગ મશીનની જગ્યાએ બેલેટ પેપરથી મતદાન યોજવામાં આવ્યું હતું. જેને કારણે 23,112 મતદાન મથકો પર 37,451 મતપેટીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.