વાયુવેગે વધી રહી છે બળાત્કારની ઘટના- રેપ મામલે ભારત દેશ છે સૌથી આગળ

સમગ્ર ભારતમાં વાયુવેગે વધતી જતી બળાત્કારની ઘટનાના કારણે દેશ હવે એક શરમજનક સ્થિતિમાં મુકાયો છે. હવે તો બળાત્કારમાં નથી જોવાતી રાત કે નથી જોવાતો દિવસ. મોટાભાગની સગીર યુવતીઓ પર બળાત્કારીઓ દુષ્કર્મ આચરી બળાત્કારને અંઝામ આપતા હોય છે. આવા બળાત્કારીઓ પોલીસના હાથે ઝડપાયા બાદ પણ કોર્ટમાં ચાલતી લાંબી પ્રક્રિયાના કારણે જામીન પર છૂટવામાં સફળતા મેળવી લે છે.

જેથી સમાજમાં ફરી ભયનો માહોલ રહેતો હોય છે. હાલમાં જ હૈદરાબાદ પોલીસે બળાત્કારીઓનું એન્કાઉન્ટર કરી સમાજમાં એક ઉત્તમ દાખલો કર્યો છે. જેના કારણે બળાત્કારીઓમાં પણ ભારે ફફડાટ વ્યાપી ગયો છે. પણ સમગ્ર ભારતમાં બળાત્કારનાં આંકડા જોવામાં આવે તો ગુજરાત મામલે કંઈ ખુશ થવા જેવું નથી. બળાત્કારીઓ કાયદા તોડી બળાત્કારને અંજામ આપી રહ્યાં છે. જ્યારે પોલીસ અને ન્યાયતંત્રનો ડર તેમના માટે ભાજી-મૂળા હોય છે.

હવે વાત ગતિશીલ ગુજરાતની કરી રહ્યા છીએ. ગુજરાતમાં પણ સગીર વયની બાળકીઓ પર દુષ્કર્મ અને છેડતી કરવાના એટલે કે પોક્સોના કેસમાં સજાનું પ્રમાણ માત્ર 0.70 ટકા છે. પોક્સોમાં સજા દર મામલે નીચલા ક્રમે ગુજરાતનું સ્થાન બીજા સ્થાને આવે છે. ગુજરાતમાં વર્ષ 2017 માં પોક્સોના કુલ 1697 કેસ દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં 12 કેસમાંથી 17 દુષ્કર્મીઓને જ સજા મળી હતી. શુક્રવારે લોકસભામાં કેન્દ્રના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્રારા આપવામાં આવેલી આંકડાની વિગતો તરફ એક નજર કરીએ તો…

ગુજરાતના 1697 કેસ માંથી 1712 કેસમાં ચાર્જશીટ કરવામાં આવી છે. જેમાં 2333 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પોક્સોના કુલ કેસ પૈકી આઈપીસી 376 એટલે કે દુષ્કર્મના 1233 કેસ બન્યા છે, જેમાં 9 કેસમાં 11 આરોપીને સજા ફટકારવામાં આવી હતી. પોક્સોના કેસની સંખ્યાની વાત કરીએ તો ગુજરાત દેશમાં પાંચમા ક્રમે આવે છે. પહેલાં નંબરે ૫,૨૪૮ ઘટનાઓ સાથે મહારાષ્ટ્ર, બીજા નંબરે ઉત્તરપ્રદેશમાં 4895 પશ્ચિમ બંગાળમાં 2131 કર્ણાટકામાં 1956 અને એ પછી પાંચમા ક્રમે ગુજરાતમાં 1697 પોક્સોના કેસ બની ચુક્યા છે. સમગ્ર દેશમાં વર્ષ 2017 માં પોક્સોના કુલ 32608 કેસ બન્યા છે, જે પૈકી 3020 કેસમાં સજા અપાઈ છે, જેમાં બળાત્કારીઓની સંખ્યા 4500 છે.

સમગ્ર દેશમાં જે સગીરા સાથે બળાત્કાર કેસ થાય છે તેમાં પોલીસ અધિકારીઓમાં ખામી જણાય છે. આ સમસ્યા ફક્ત ભારત પૂરતી સિમિત નથી. પરંતુ સમગ્ર વિશ્વમાં મહિલાઓ રેપનો સામનો કરી રહી છે. અમેરિકા, કેનેડા, સ્વીડન અને બ્રિટન આ એવા દેશો છે જેમની ઝાકમઝાળ બહારથી સારી લાગે છે પણ રેપને કાબૂમાં રાખવામાં નિષ્ફળ પુરવાર થયા છે. દુનિયાભરમાં 36 ટકા મહિલાઓ રેપનો શિકાર બને છે.

અમેરિકામાં 12થી 16 વર્ષની ઉંમરની 83 ટકા છોકરીઓ યૌન ઉત્પીડનનો ભોગ બને છે. તો ઈંગ્લેન્ડમાં 5માંથી એક મહિલા દુષ્કર્મનો ભોગ બને છે. દક્ષિણ આફ્રિકા રેપનાં મામલે દુનિયાભરમાં પહેલા સ્થાન પર છે. અહિયાં દરરોજ 1400 યુવતીઓ પર બળાત્કાર થાય છે. જેમાં 20 ટકા પુરૂષો પણ હલાલ થયેલા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *