ગુજરાત(Gujarat): છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકને કારણે મૃત્યુ થતા હોય તેવા કિસ્સાઓ સતત વધી રહ્યા છે. નાની ઉંમરમાં જ હાર્ટ એટેકને કારણે મૃત્યુ થયા હોય તેના આંકડાઓ પણ ખૂબ વધી રહ્યા છે. તેમાં પણ ખાસ કરીને છેલ્લા થોડા દિવસોથી ગરબા, ડાન્સ તેમજ જિમમાં કસરત દરમિયાન હાર્ટ એટેક આવતા યુવકો મોતને ભેટી રહ્યા છે. જે ખરેખર એક ચિંતાનો વિષય બન્યો છે.
હાલમાં આવી જ એક ઘટના સામે આવી છે. ગુજરાતના પંચમહાલ જીલ્લામાં મિત્રના લગ્નમાં ડીજેના તાલ પર ડાન્સ કરતા યુવકનું મોત થતા ચારેય બાજુમાં તમે છવાઈ ગયો છે. યુવકના મોતનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
મળતી માહિતી અનુસાર, આ સમગ્ર ઘટના પંચમહાલ(Panchmahal) જિલ્લામાં બનવા પામી હતી. અહીં જાનમાં વરઘોડા દરમ્યાન dj અને બેન્ડવાજાના ગીત પર નાચતી વખતે 27 વર્ષના યુવકનું અચાનક જ જમીન પર ઢળી પડ્યો હતો. ત્યારબાદ આસપાસ ઉભેલા લોકો યુવકને સારવાર માટે તાત્કાલિક નજીકની હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં હાજર તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો હતો.
હાર્ટ એટેક આવવાના કારણે યુવકનું મૃત્યુ થયું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ સમગ્ર ઘટના પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના રજાયતા ગામે બનવા પામી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, અહીંયા લગ્ન પ્રસંગ દરમ્યાન વરઘોડામાં એક યુવક વરરાજાને પોતાના ખંભા ઉપર બેસાડીને ડાન્સ કરી રહ્યો હતો.
આ દરમિયાન અચાનક જ યુવકને ચક્કર આવ્યા હતા અને તે જમીન પર ઢળી પડ્યો હતો. સમગ્ર ઘટના બાદ તેને હોસ્પિટલ લઈ જતા હતા ત્યારે રસ્તામાં જ તેનું મૃત્યુ થઈ ગયું હતું. અચાનક જ યુવકને ચક્કર આવ્યા તેનો એક વિડીયો પણ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે હાર્ટ એટેક આવ્યો હશે આ કારણોસર યુવકનું મૃત્યુ થયું હશે. યુવકનું મૃત્યુ કયા કારણોસર થયું તેની હજુ કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે, ડીજે વાગી રહ્યું છે અને ત્યાં હાજર સૌ કોઈ લોકો ડીજેના તાલ પર મન મૂકીને ડાન્સ કરી રહ્યા છે. આ દરમિયાન વરરાજો એક યુવકના ખભા ઉપર બેઠેલો જોવા મળી રહ્યો છે. ક્યારે અચાનક જ તે યુવક જમીન પર ઢળી પડે છે. ત્યારબાદ લોકો તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા ત્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે યુવકની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટના બનતા જ લગ્નની ખુશીમાં માતમ છવાઈ ગયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.