GT vs KKR: અત્યાર સુધીના ઇતિહાસમાં ક્યારેય ન બન્યું હોય તેવું આજે ગુજરાત ટાઇટન્સ (GT) ની ટીમ સાથે બની ગયું. કોલકાત્તાને (KKR) છેલ્લી ઓવરમાં જીત માટે 29 રનની જરૂરિયાત હતી જે લગભગ અશક્ય હતું. પરંતુ કોલકાત્તાની ટીમે એક જ ઓવરમાં 31 રન જોડી નાખતા ગુજરાતને (Gujarat Titans lost match against KKR) હરાવી દીધું છે.
કોલકાત્તાના બેટ્સમેન રીન્કુ સિંહે ગુજરાતના બોલર યશ દયાલની સતત પાંચ બોલ પર પાંચ સિક્સ મારીને ટીમને જીતાડી દીધી હતી. રીન્કુ સિંહને 21 બોલમાં 48 રન બનાવ્યા હતા જેમાં છ સિક્સ અને એક ફોર નો સમાવેશ થાય છે.
આ પહેલા ગુજરાત ટાઇટન્સ ની ટીમના આજના કેપ્ટન રાશિદ ખાને હેટ્રિક લીધી હતી. રાશિદખાને ત્રણ બોલ પર આંદરે રસેલ, સુનિલ નારાયણ અને શાર્દુલ ઠાકુરને પેવેલિયન ભેગા કર્યા હતા. આજે રેગ્યુલર કેપ્ટન હાર્દિક પંડ્યા એ આરામ કર્યો હતો. આમ રાજસ્થાનની ત્રણ વિકેટ પણ ગુજરાતને જીત અપાવવા સક્ષમ રહી નહિ.
“Because he’s the Knight #KKR deserves and the one they need right now” – Rinku Singh 😎#GTvKKR #TATAIPL #IPLonJioCinema | @KKRiders pic.twitter.com/b1QrN3fLjX
— JioCinema (@JioCinema) April 9, 2023
પહેલો દાવ લેતા ગુજરાત ટાઇટન્સ ની ટીમે કલકત્તા નાઈટ રાઈડર્સ સામે ટોસ જીતીને પહેલા બેટિંગ કરી હતી. ગુજરાતની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 204 રન નો સ્કોર ખડક્યો હતો. ગુજરાત તરફથી સૌથી વધુ 63 રન વિજય શંકરે બનાવ્યા હતા. જ્યારે સાંઇ સુદર્શન એ 53 રનની શાનદાર રમી હતી કલકત્તા તરફથી સુનિલ નારાયણને ત્રણ અને સુયશ શર્માએ એક વિકેટ ઝડપી હતી.
અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં કલકત્તાએ વિશ્વમાં 207 રન બનાવી લઈને રોમાંચક જીત મેળવી હતી. Gujarat Titans ની ટીમ તરફથી મેચમાં રિદ્ધિમાન સાહા (વિકેટ કીપર), શુભમન ગિલ, સાઈ સુદર્શન, વિજય શંકર, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, અભિનવ મનોહર, રાશિદ ખાન (કેપ્ટન), મોહમ્મદ શમી, અલઝારી જોસેફ, યશ દયાલ ઉતર્યા હતા. જયારે Kolkata Knight Riders તરફથી ટીમમાં રહેમાનુલ્લા ગુરબાઝ (wk), એન જગદીસન, નીતિશ રાણા (c), રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, શાર્દુલ ઠાકુર, સુયશ શર્મા, લોકી ફર્ગ્યુસન, ઉમેશ યાદવ, વરુણ ચક્રવર્તી ઉતર્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.