Ambalal Patel Monsoon Prediction: ગુજરાતની જનતાને હાલ સાવચેત કરતી ચોમાસાની સૌથી મોટી આગાહી કરવામાં આવી છે. જુલાઈ મહિનો ખરા અર્થમાં ગુજરાતીઓ માટે ભારે સાબિત થઈ શકે છે. કારણ કે, ગુજરાત સહિત સમગ્ર દેશમાં અનારાધાર વરસાદની(Ambalal Patel Monsoon Prediction) આગાહી છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી કરીને લોકોને ચેતવ્યા કે, આવનારી તારીખ 23 થી 30 જૂલાઈ વચ્ચે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના અનેક ભાગોમાં અવિરત વરસાદ પડશે. દેશના ઉત્તરીય પૂર્વીય ભાગોમાં ધોધમાર વરસાદની આગાહી છે. ખાસ કરીને રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ધોધમાર વરસાદ વરસાદ આવશે.
અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, ચોમાસાનું પ્રથમ ડીપ ડિપ્રેશન તારીખ 18-19અને 20 જુલાઈએ આવશે.તારીખ 23 થી 30 જુલાઈ વચ્ચે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ડીપ ડિપ્રેશન મજબૂત બનીને આખા દેશને ધમરોળશે. ગુજરાત સહિત આખા દેશના અનેક ઘણા ભાગોમાં વરસાદ રહી શકે તેમ છે. ગુજરાતના માં કોઈ કોઈ ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે, દેશના ઉત્તરીય પૂર્વીય ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થતા નદીઓમાં પૂરની આવવાની શક્યતા યથાવત છે. તો પૂરના પાણીથી ગંગા જમના નદીની જળ સપાટીમાં પણ વધી શકે. રાજસ્થાન અને મધ્યપ્રદેશના ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા યથાવત છે. જેમાં અમદાવાદની સાબરમતી નદીના પાણીની સપાટીમાં વધારો થશે. તો ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદીમાં પણ પાણીની આવક વધશે. સરદાર સરોવર બંધની ઉંચાઈ સુધી પાણી આવી જવાની શક્યતા છે.
અંબાલાલ પટેલે બીજું વધુમાં કહ્યું છે કે, દેશના ઉત્તરીય પૂર્વીય ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થતા નદીઓમાં પૂરની શક્યતા યથવાત છે. તો પૂરના પાણીથી ગંગા જમના નદીની જળ સપાટી વધી શકે. રાજસ્થાન અને મધ્યપ્રદેશના ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. જેમાં અમદાવાદની સાબરમતી નદીના પાણીની સપાટીમાં વધારો થશે. તો ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદીમાં પણ પાણીની આવક વધશે. સરદાર સરોવર બંધની ઉંચાઈ સુધી પાણી આવી જવાની શક્યતા છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube