ગુજરાતમાં આવતીકાલથી આંશિક લોકડાઉન લગાવવામાં આવ્યું છે, આંશિક લોકડાઉનમાં સવારે 9થી બપોરના 3 વાગ્યા સુધી લારી-ગલ્લા અને દુકાનો ખુલ્લી રાખી શકાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની પીપાવાવમાં મોટી જાહેરાત
લારી, ગલ્લા, વેપારીઓને મોટી રાહત આપવામાં આવી છે. ગુજરાતના ૩૬ શહેરોં લાગુ રાત્રી કર્ફ્યુંને લઈને વિજય રૂપાણી સરકારે નિયમો હળવા કરવાની જાહેરાત કરાઈ છે.
અહિયાં જાણો શું રહેશે ચાલુ અને બંધ:
મોબાઈલની દુકાનો, ગેરેજ, હાર્ડવેર, જવેલર્સ રહેશે ખુલ્લા, શોપિંગ સેન્ટર અને માર્કેટો પણ રહેશે ખુલ્લા, સલુન, બ્યુટી પાલર પણ રહેશે ખુલ્લા
શું રહેશે બંધ:
શાળાઓ અને ટ્યુશન કલાસીસ (ઓનલાઇન શિક્ષણ સિવાય), સિનેમા મલ્ટીપ્લેકસ, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, વોટર પાર્ક, જાહેર બાગ-બગીચા, મનોરંજક સ્થળો જીમ, સ્વિમિંગ પુલ ઉપરાંત તમામ પ્રકારના મોલ્સ તથા કમર્શિયલ કોમ્પ્લેક્સિસ બંધ રહેશે.
મુખ્યમંત્રીએ ભારત સરકારના ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા સંદર્ભે અન્ય જે નિર્ણયો કર્યા છે તે મુજબ આ ૩૬ શહેરોમાં તા.૨૧ મે-ર૦ર૧ થી તા. ૨૮ મે-ર૦ર૧ સુધીના સમયગાળા દરમિયાન આવશ્યક સેવા/ પ્રવૃત્તિઓ ચાલુ રાખવાના રાજ્ય સરકારે આદેશો કર્યા છે.
COVID-19ની કામગીરી સાથે સીધી રીતે સંકળાયેલી સેવા તેમજ આવશ્યક/ તાત્કાલિક સેવા સાથે સંકળાયેલ સેવાઓ ચાલુ રહેશે. મેડીકલ, પેરામેડીકલ તથા તેને આનુષાંગિક આરોગ્યલક્ષી સેવાઓ, ઓક્સિજન ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા ચાલુ રહેશે.
રાજ્યમાં ચશ્માની દુકાનોને મેડીકલ સર્વિસ – આરોગ્યલક્ષી સેવા સંલગ્ન ગણીને તે પણ ચાલુ રાખવા દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ૩૬ શહેરોમાં સામાન્ય જનજીવનને કોઈ તકલીફ ન પડે અને રાબેતા મુજબનું જીવન જળવાઈ રહે તે હેતુથી રાજ્ય સરકારે ડેરી, દૂધ-શાકભાજી, ફળ-ફળાદી ઉત્પાદન, વિતરણ અને વેચાણ તથા તેની હોમ ડીલીવરી સેવાઓ ચાલુ રાખવાના આદેશો કર્યા છે. શાકભાજી માર્કેટ તથા ફ્રૂટ માર્કેટ ચાલુ રહેશે. કરિયાણું, બેકરી, બધા પ્રકારની ખાદ્ય સામગ્રીનું વેચાણ અને તે વહેંચવા માટેની ઓનલાઇન સેવાઓ, અનાજ તથા મસાલા દળવાની ઘંટી, ઘરગથ્થુ ટીફીન સર્વિસીસ અને હોટેલ ચાલુ રહેશે. રેસ્ટોરન્ટની Take away facility આપતી સેવાઓ અને હોમ ડિલિવરી સવારે ૯થી રાત્રે ૮ સુધી ચાલુ રહેશે.
ગુજરાત સરકારના આ નિર્ણયને વેપારી મંડળોએ આવકાર્યો છે. ઉલ્લેખ્બીય છે કે આંશિક લોકડાઉન ને લઈને વેપારી આલમમાં રોષનો માહોલ હતો જેને હવે ઠાર પાડવા માટે હિતકારી નિર્ણય લેવાયો છે. રાજ્યના ઉદ્યોગો અને શ્રમિકોને તકલીફ ન પડે એ માટે આ ઉદ્યોગો પણ હવે પૂર્ણ પણે શરુ રાખવાની જાહેરાત થતા વેપારી મંડળો અને ચેમ્બર ઓફ કોમર્સે પણ આ નિર્ણય ને આવકાર્યો છે.
છેલ્લાં ૨૪ કલાકમાં ૫૨૪૬ નવાં કેસ અને ૭૧ મૃત્યુ નોંધાયા છે. દરરોજ ૭૦૦થી ૧૦૦૦ કેસ ઘટવાો સિલસિલો થયાવત્ છે. નવાં ૫૨૪૬ કેસ સામે આજે ૯૦૦૧ દર્દીઓ સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેના કારણે એક્ટિવ કેસોનો આંક ૯૨,૬૧૭ પર પહોંચ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.