ગુજરાત(Gujarat):ચાર ચાર બંગડી વાળી ગાડી લઇ દવ’ ગીતથી સમગ્ર દેશભરમાં પ્રખ્યાત થયેલ ગુજરાતની જાણીતી સિંગર કિંજલ દવે(Kinjal Dave)ની સગાઈ તૂટવાના સમાચાર સામે આવ્યા હતા. પાંચ વર્ષ પહેલા કિંજલ દવેએ પવન જોશી(Pavan Joshi) સાથે સગાઈ કરી હતી. પરંતુ સગાઈ તૂટ્યા બાદ પવન જોશી સાથેની તમામ તસવીરો કિંજલ દવેએ પોતાના સોશિયલ મીડિયા(Social media) એકાઉન્ટ્સ પરથી હટાવી દીધી હતી.
મહત્વનું છે કે, કિંજલ દવેએ સગાઈ તૂટ્યા બાદ ફેસબુક પર એક પોસ્ટ મૂકી હતી. પરંતુ ત્યારબાદ કિંજલ દવે દ્વારા ઈન્સ્ટાગ્રામ પર મુકવામાં આવેલી એક સ્ટોરી ચર્ચા જગાવી રહી હતી.
ઉલ્લેખનીય છે કે, સગાઈ તૂટ્યા પછીથી ગુજરાતી સિંગર કિંજલ દવેએ જાણે મૌન પાળ્યું હોય તેવું લાગી રહ્યું હતું, પરંતું તેમણે શેર કરેલી એક ઈન્સ્ટા સ્ટોરી પણ એક દર્દભરી પોસ્ટ છે. જેમાં કિંજલ દવે દ્વારા લખવામાં આવ્યું છે કે, સબ કો મિલ જાયે મંઝિલ યે જરૂરી તો નહિ, જિંદગી રાહ-એ-સફર હૈ, તુમ યુહી ચલતે રહેના, ચિરાગો કી તરહ રાહ મે જલતે રહેના, હર અંધેરે કો ઉજાલો મેં બદલતે રહેના.
સગાઈ તૂટ્યાના ત્રણ ચાર દિવસ થઈ ગયા પછી કિંજલ દવે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પ્રથમ પોસ્ટ શેર કરી છે. જેમાં કિંજલ દવે હીચકા પર બેઠેલા જોવા મળી રહ્યા છે. પોસ્ટ શેર કરતાં કિંજલ દવે કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, “જિંદગી તમને જ્યાં પણ રોપે, આકર્ષણ રીતે ખીલો, શુભ સવાર”.
મળતી માહિતી અનુસાર, સાટા પદ્ધતિથી કિંજલ દવે અને તેના ભાઈ આકાશ દવેની સગાઈ થઈ હતી. કિંજલના ફિયોન્સ પવન જોશીની બહેન સાથે આકાશ દવે સગાઈ કરવામાં આવી હતી. ત્યારે હવે 5 વર્ષ બાદ પવન જોશીની બહેન આકાશને મુકીને અન્ય યુવક સાથે કોર્ટ મેરેજ કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. જેના કારણે કિંજલ દવેની પણ સગાઈ તૂટી હોવાનું સામે આવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.