ગુજરાતમાં અવાર-નવાર કોઈને કોઈ જગ્યાએ યુવતીઓને હવસનો શિકાર બનાવવામાં આવી રહી છે. ત્યારે હવે છેલ્લા કેટલા સમયથી સુશાંત કેસમાં ડ્રગ્સ એન્ગ્લમાં હવે મોટી-મોટી હસ્તીઓના નામ પણ સામે આવી રહ્યા છે. આ ઉપરાંત પાયલ ઘોષ નામની અભિનેત્રીએ અનુરાગ પર યૌન શોષણનો આરોપ પણ લગાવ્યો હતો. ત્યારે હવે ગુજરાતમાંથી પણ યૌન શોષણની ઘટના સામે આવી છે. ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસરે યુવતી ઉપર દુષ્કર્મ આચર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.
મધ્ય ગુજરાતમાં આવેલ વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલી અદિતિ હોટલમાં રૂમ ભાડે રાખીને રહેતો ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસર, ડ્રામા પ્રોડક્શન હાઉસનો માલિકે પોતાની જ આસિસટન્ટ પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટના સામે આવતાની સાથે જ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે. આ બનાવ અંગે સયાજીગંજ પોલીસે ફિલ્મ પ્રોડ્યુસર સામે દુષ્કર્મનો ગુનો નોંધી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. યુવતીને પગાર આપવા બોલાવી તેની સાથે દુષ્કર્મ આચરનાર ફિલ્મ પ્રોડયુસર દિપ પટેલ હાલમાં વડોદરાની નાઇટ લાઇફ ઉપર વેબ સિરીઝ બનાવી રહ્યો હોવાની વિગતો પ્રાપ્ત થઇ છે.
મૂળ સાવલીના ચંદ્રનગરનો રહેવાસી દિપ પટેલ ખેડૂત પુત્ર છે. છેલ્લા ત્રણેક વર્ષથી વડોદરાના કલાલી વિસ્તારમાં તેના પિતા સાથે રહેવા આવ્યો છે. તે નાની-મોટી ફિલ્મો પ્રોડ્યુસ કરવાનો વ્યવસાય કરે છે. એક મહિના પહેલા દિપ પટેલે રૂ. 13 હજારના પગાર પર આસિસટન્ટ તરીકે એક યુવતીને નોકરી પર રાખી હતી. મહિના સુધી આ યુવતી પાસે કામ કરાવ્યાં બાદ દિપ પટેલે તેણીને પગાર આપવાના બહાને સયાજીગંજ વિસ્તારમાં આવેલી અદિતિ હોટલમાં રાત્રીના સમયે બોલાવી હતી. જ્યાં દિપ પોતે રૂમ રાખીને ભાડે રહેતો હતો.
યુવતીના જણાવ્યા અનુસાર, હું 4 ઓગસ્ટથી નોકરીની શરૂઆત કરી હતી. બાદમાં 28 ઓગસ્ટે કોઇ કારણોસર તેણે નોકરી છોડી દીધી હતી. દિપ પટેલે પગાર આપવાના બહાને યુવતીને રાત્રે 10 વાગ્યાની આસપાસ હોટલમાં બોલાવી રૂમમાં લઇ ગયો હતો. જ્યાં તેણે રૂમનો દરવાજો બંધ કરી યુવતી સાથે જબરદસ્તી કરી દુષકર્મ આચર્યું હતુ. આખી રાત રૂમમાં યુવતીને ગોંધી રાખી દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ યુવતી વહેલી સવારે રૂમનો દરવાજો ખોલીને ત્યાંથી ભાગી ગઇ હતી. જે બાદ દિપ પટેલે યુવતીને ધમકી આપી હતી કે, આ અંગે કોઇને જાણ કરીશ તો તને જાનથી મારી નાખીશ.
જ્યારે યુવતી હોટલના રૂમમાં પહોંચી ત્યારે દીપે બારણુ બંધ કરી દીધુ હતુ અને બળજબરી તેના પર દુષ્કર્મ ગુજાર્યુ હતુ. આ બાદ જે વ્યક્તિએ યુવતીને નોકરીએ રખાવી હતી તેને આ બાબતની જાણ કરી હતી. ત્યારે તે વ્યક્તિએ કહ્યું કે પોલિસમાં ફરિયાદ કર. અને ત્યાર પછી યુવતીએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ સયાજીગંજ પોલીસે દુષ્કર્મ આચરનાર દિપ રાજુભાઇ પટેલની ધરપકડ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle