ગુજરાત(Gujarat): વિધાનસભા ચૂંટણીમાં ફરી પાટીદાર અનામત આંદોલન(PAAS)ના એક જૂના જોગીએ હાર્દિક પટેલ(Hardik Patel) પર મોટા આક્ષેપ કરીને સમગ્ર ગુજરાતમાં ખળભળાટ મચાવી દીધો છે. ગઈકાલે પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા પત્રકાર પરિષદ કરવામાં આવી હતી.
નિલેશ એરવાડીયાએ ગઈકાલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવતા કહ્યું હતું કે, પાટીદાર અનામત આંદોલનનો મુખ્ય ચહેરો હાર્દિક પટેલ હતો. પરંતુ આજે હાર્દિક પટેલે 250 કરોડની સંપત્તિ બનાવી છે, ફક્ત તે સ્વાર્થી છે. પરંતુ હવે વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલન સમિતિના કાર્યકરો વિરમગામમાં જઈને હાર્દિકનો વિરોધ થશે. પાટીદાર અનામત આંદોલન સમિતિ અને પાટીદાર સમાજ હાર્દિક પટેલનો વિરોધ કરશે. વધુમાં તેમણે જણાવતા કહ્યું હતું કે, હા…ગોપાલ ઇટાલીયા, લલિત કગથરા, લલિત વસોયા, ધાર્મિક માલવીયાને અભિનંદન અને સમર્થન. કારણ કે, તેઓ ભાજપની સામે લડી રહ્યા છે.
વધુમાં તેમણે જણાવતા કહ્યું હતું કે, ભાજપની સામે માંગણીઓ હતી અને તેનો જ વિરોધ કરીએ છીએ. PAASમાંથી ઘણા લોકો બીજા પક્ષમાં ગયા છે, લોકો માટે આવા ક્રાંતિકારી દ્વારા કામ કરવામાં આવશે અવાજ ઉઠાવશે. પરંતુ હાર્દિક પટેલે જ્યારે ભાજપમાં જોડાવાની વાત કરી હતી ત્યારે તેણે કહ્યું હતું કે, બે મહિનામાં 14 પાટીદાર યુવાનોને ન્યાય અપાવીશ. સરકારી કે અર્ધસરકારી નોકરી અપાવીશ, પરંતુ તેણે હજુ સુધી એકપણ કામ કર્યું નથી.
નિલેશ એરવાડીયાએ વધુમાં જણાવતા કહ્યું હતું કે, આજે હાર્દિક પટેલે કરોડો રૂપિયાની સંપત્તિ બનાવી છે. પરંતુ પાટીદાર સમાજ હવે હાર્દિક પટેલનો ખુલ્લેઆમ વિરોધ કરશે અને વિરમગામમાં પાટીદાર અનામત આંદોલન સમિતિના યુવાનો અને પાટીદાર સમાજના યુવાનો હાર્દિક પટેલનો ખુલ્લેઆમ વિરોધ કરશે. વધુમાં તેમણે કહ્યું કે, આંદોલન વખતે લાખો પાટીદાર યુવાનો રોડ પર ઊતર્યા હતા અને તેમની સામે કેસ થયા હતા. આજે પણ અનેક યુવાનો કોર્ટ કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.