હાર્દિક પટેલે સરકારને અલ્ટિમેટમ આપ્યું હતું કે, ખેડૂતોને તાત્કાલિક ધોરણે પાક વીમાનું વળતર આપવામાં આવે છે. હજુ આ જાહેરાતને ગણતરીના કલાકો થયા છે. તે સાથે સોશિયલ મીડિયામાં હાર્દિક પટેલ દ્વારા એક પોસ્ટ કરવામાં આવી છે. જેમાં ૧૩ નવેમ્બર થી રાજકોટ જિલ્લાના પડધરી ખાતે પ્રતિક ઉપવાસ બેસવાની જાહેરાત કરી છે. હાર્દિક પટેલે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં બે માંગ કરી છે. જેમાં ખેડૂતોને તત્કાલીન ધોરણે સંપૂર્ણ પાક વિમો આપવામાં આવે અને અતિવૃષ્ટિના કારણે ખેડૂતો નું દેવું થયું હોય તે સંપૂર્ણપણે માફ કરવાની માંગ કરી છે.
પાટિદાર અને કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ ફરી સરકાર સામે અવાજ ઉઠાવશે. ખેડૂતોને ટેકાના ભાવ નહી મળે તો ગુજરાતના ખેડૂતો સાથે હાર્દિક પટેલ આંદોલન કરશે. હાર્દિક પટેલે કહ્યું કે, સૌરાષ્ટ્રમાં વરસાદને કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે. ગુજરાતના ખેડૂતોને 3-3 વાર પાક નુકશાનનો સામનો કરવો પડ્યો છે.
સરકાર અને ઈન્સ્યોરન્સ કંપનીની જવાબદારી છે કે, પ્રીમિયમ માટે તરત જ રૂપિયા કાપી લેવાય છે, તો પાક વીમો પણ જલ્દી આપે. ખેડૂત સરકાર પાસે જાય તો સરકાર બેંકનું નામ આપે અને બેંક પાસે જાય તો બેંક સરકારનું નામ આપે. આવામાં ખેડૂતો માટે અમે લડીશું. ખેડૂતોની પરિસ્થિતિ સમજવા પ્રયાસ સરકાર કે સરકારમાં બેસેલા મંત્રીઓ નથી કરતા. ખેડૂતોને તાત્કાલિક પાક વીમો આપવો જોઈએ.
હાર્દિક પટેલે આરોપ લગાવ્યો છે કે 2017ની વિધાનસભા ચૂંટણીમાં અલ્પેશ ઠાકોરે એક પણ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર માટે પ્રચાર નહોતો કર્યો. તો ભાજપ સામે પણ આરોપ લગાવ્યો છે કે સમગ્ર ઉત્તર ગુજરાતમાં 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે પોતાના ઉમેદવારને રિપીટ કર્યા. પરંતુ રાધનપુર બેઠક પર ઉમેદવાર બદલ્યા અને ભાજપ સામે નબળો ઉમેદવાર ઊભા રાખ્યા. ભાજપે લવિંગજી ઠાકોરને ટિકિટ આપી હતી અને જેમની અલ્પેશ ઠાકોર સામે હાર થઈ હતી.
હાલ તો ખેડૂતો માટે ખુબ કપરી પરિસ્થિતિ ઉભી થઇ છે. ખેડૂતોની વેદના સાંભળનાર હાલમાં કોઈ નથી. ખેડૂતોને એક જન આંદોલનની જરૂર છે અને તેમનું નેતૃત્વ કરે એવા એક નેતાની. હાર્દિક પટેલ ખેડૂતોનું નેતૃત્વ કરીને તેમને ન્યાય અપાવા સક્ષમ નેતા દેખાઈ રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.