સુરતમાં પોલીસ અને પત્રકારના નામ ધારણ કરીને તોડ કરતો હરીશ રાવત જેલ હવાલે

Published on Trishul News at 3:09 PM, Wed, 30 August 2023

Last modified on August 30th, 2023 at 3:09 PM

સુરત ના અમરોલી વિસ્તાર માં તેલ ના વિક્રેતાઓ ને ત્યાં તોડ કરવાના મામલામાં બે ઈસમો ઝડપાયા હતા. એક કથિત પત્રકાર બની તેમજ એક NGO ના નામે ધમકી મારી તોડ કર્યો હતો. જેમાં અત્યાર સુધી 5 જેટલા વેપારીઓ એ મળી કુલ 4.80 લાખ રૂપિયા આપ્યા હોવા છતાં વધુ રૂપિયા માંગતા પોલીસ ફરિયાદ કરાઈ હતી. વેપારીઓ ના તેલ ને બદનામ કરી માર્કેટ માં નામ ખરાબ કરવાની ધમકી આપી ખંડણી પેઠે સુરતના બે અસામાજિક તત્વો હરીશ રાવત (Harish Ravat Surat) અને રણજીત સોલંકીએ રૂપિયા લીધા હતા. હાલ બંનેને અમરોલી પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

સુરત શહેર માં અવારનવાર વિવિધ ધાક ધમકી આપી લોકો સાથે તોડ થવા ના કિસ્સાઓ વધી રહ્યા છે.. તેવામા સુરત શહેર ના અમરોલી વિસ્તારમાં ખાદ્ય તેલ ના વિક્રેતાઓ ને ત્યાં ધાકધમકી આપી બે ઈસમો દ્વારા રૂપિયા 4.80 લાખ નો તોડ કર્યો હતો. આ બને ઈસમો અલગ અલગ તેલની ફેકટરી પર જઈનેNGO નું કાર્ડ બતાવી તેમજ પત્રકાર હોવાનું જણાવી ફૂડ વિભાગ માં અરજી કરી તેલ નું લેબ કરાવતા હતા. અને લેબ ના રિપોર્ટ આવે તે પહેલાં જ તે અન્ય નં વેપારીઓ પાસે જતા હતા અને કહેતા હતા કે આ કંપનીનું તેલ ખરીદવું નહીં કારણ કે તેના પર કેસ ચાલે છે. જે તેલ માં ભેળસેળ કરે છે તેવું જણાવતા હોવાથી નાના વેપારીઓ એ આ તેલ ના વિક્રેતાઓ પાસેથી તેલ ખરીદવાની બંધ કરી દીધું હતું.

જેથી પાંચ જેટલા વેપારીઓ એ વેપાર માં નુકશાન જવાની ભીતિ થી બને ઈસમ હરીશ રાવત અને રણજિત સોલંકી ને આ બધું બંધ કરવા માટે જણાવ્યું હતું. જેથી બંને એ 4.80 લાખ માંગ્યા હતા. અને પાંચ જેટલા વેપારીઓ એ રૂપિયા આપી દીધા હતા .જોકે ત્યારબાદ પણ વધુ રૂપિયા ની માંગ કરી તેમણે વેપારીઓ ને બદનામ કરવાનું ચાલુ રાખ્યું હતું.

હરીશ રાવત (Harish Ravat) પોલીસ ફોકસ ન્યુઝ નામના પેપર નો પત્રકાર હોવાની ડંફાસ મારતો હતો. જ્યારે રણજીત સોલંકી (Ranjit Solanki) માતૃભૂમિ NGO નો મંત્રી હોવાનું જણાવી બધાને ધમકી આપતો હતી. જેથી વેપારીઓ એ કંટાળી આખરે અમરોલી પોલીસ મથક માં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ ના આધારે ગુનો નોંધી બને ઈસમ હરીશ રાવત અને રણજીત સોલંકી ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Be the first to comment on "સુરતમાં પોલીસ અને પત્રકારના નામ ધારણ કરીને તોડ કરતો હરીશ રાવત જેલ હવાલે"

Leave a comment

Your email address will not be published.


*