સુરતની મજૂરા બેઠક પર કેસરિયો લહેરાયો, હર્ષ સંઘવીનો ભવ્ય વિજય- અન્ય તમામ ઉમેદવારની ડીપોઝીટ જપ્ત

ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી છે, તો આમ આદમી પાર્ટીએ 2024 માટે અત્યારથી જ પ્રવેશ મેળવી લીધો છે. મહત્વનું છે કે, કોંગ્રેસના…

ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી છે, તો આમ આદમી પાર્ટીએ 2024 માટે અત્યારથી જ પ્રવેશ મેળવી લીધો છે. મહત્વનું છે કે, કોંગ્રેસના અશોક ગેહલોતનો જાદુ ન ચાલ્યો, તો રાહુલ ગાંધીના ભારત જોડો યાત્રાથી પણ કંઈ ફળ્યું નહી. ત્યારે ગુજરાતમાં 150 + બેઠકો પર હાલ ભાજપ લીડ કરી રહ્યું છે.

મહત્વનું છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ દરેકની નજર સુરતની મજૂરા વિધાનસભા બેઠકના ચૂંટણીના પરિણામ પર હતી. કારણ કે, આ બેઠક પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ચૂંટણી મેદાને હતા. ઉલ્લેખનીય છે કે, 2008નાં સીમાંકન બાદ અસ્તિત્વમાં આવેલી મજૂરા બેઠક એ ગુજરાતના ગૃહપ્રધાન હર્ષ સંઘવીનો મતવિસ્તાર હોવાથી આ બેઠકને હાઈ પ્રોફાઈલ માનવામાં આવતી હતી. આ બેઠક પર હર્ષ સંઘવીની સામે કોંગ્રેસે બળવંત જૈનને મેદાનમાં ઉતાર્યા હતા. તો આમ આદમી પાર્ટી દ્વારા PVS શર્માને ટિકિટ આપવામાં આવી હતી.

3 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત:
અત્રે ઉલ્લેખનીય છે કે, હર્ષ સંઘવીનો 1,15,422 મતોની ભવ્ય લીડથી વિજયી થયા છે. અન્ય તમામ 3 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થયાનો અદ્વિતીય બનાવ મજૂરા વિધાનસભામાં નોંધાયો છે.

182 વિધાનસભા બેઠકોનું આજે પરિણામ:
ગુજરાત વિધાનસભાની કુલ 182 વિધાનસભા બેઠકો છે. જેમાં ઉત્તર ગુજરાતની 32 બેઠકો, દક્ષિણ ગુજરાતની 35 બેઠકો, મધ્ય ગુજરાતની 61 અને સૌરાષ્ટ્ર-કચ્છની 54 બેઠકો સામેલ છે.

મહત્વનું છે કે, મજૂરા બેઠક પર મતદારોની સંખ્યા 2.45 લાખ જેટલી છે. આ વિસ્તારમાં જૈન મારવાડી અને મોઢ વણિક સમુદાયનું પ્રભુત્વ સૌથી વધારે જોવા મળે છે. આ વિસ્તારને પોશ વિસ્તાર માનવામાં આવે છે. જો વાત કરવામાં આવે તો મોટાભાગને કાપડના વેપાર સાથે સંકળાયેલા વેપારીઓ આ વિસ્તારમાં જ રહે છે.

2017માં ગુજરાતનું જાણો શું હતું પરિણામ:
મહત્વનું છે કે, 2017માં ભાજપને 99, કોંગ્રેસને 77, NCP-1, BTP-2 અને 3 બેઠક અપક્ષને મળી હતી. આ ત્રણ અપક્ષ બેઠકમાં જીજ્ઞેશ મેવાણી(હાલ કોંગ્રેસમાં), ભૂપેન્દ્ર ખાંટ(નિધન થઈ ગયું), રતનસિંહ રાઠોડ(ભાજપના સાંસદ)નો સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *