જે પુલ દુર્ઘટનામાં 135 લોકોના જીવ ગયા, ત્યા ના મોરબી વાસીઓએ જાણો કોના પર મુક્યો ભરોસો

ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી છે, તો આમ આદમી પાર્ટીએ 2024 માટે અત્યારથી જ પ્રવેશ મેળવી લીધો છે. મહત્વનું છે કે, કોંગ્રેસના…

ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી છે, તો આમ આદમી પાર્ટીએ 2024 માટે અત્યારથી જ પ્રવેશ મેળવી લીધો છે. મહત્વનું છે કે, કોંગ્રેસના અશોક ગેહલોતનો જાદુ ન ચાલ્યો, તો રાહુલ ગાંધીના ભારત જોડો યાત્રાથી પણ કંઈ ફળ્યું નહી. ત્યારે ગુજરાતમાં 150 + બેઠકો પર હાલ ભાજપ લીડ કરી રહ્યું છે. ત્યારે હાલ સૌ લોકોની નજર મોરબી બેઠક પર છે. મોરબીમાં ગયા મહિને જ ઝુલતા પુલની દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં 135 લોકોના મોત થયા હતા. ત્યારે તમને લેટેસ્ટ પરિણામ બતાવવામાં આવે તો, મોરબીની તમામ બેઠકો પર હાલ ભાજપને લીડ મળી રહી છે. મોરબી માળિયા, વાંકાનેર અને ટંકારા બેઠક પર ભાજપ આગળ ચાલી રહ્યું છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો મોરબી હોનારતમાં લોકોના મસીહા બનેલા કાંતિ અમૃતિયા પણ જંગી લીડથી જીત તરફ આગળ વધી રહ્યા છે.

મોરબી માળિયા:
જીલ્લો મોરબી, બેઠક-મોરબી માળિયા, પક્ષ- ભાજપ, ઉમેદવાર- કાંતિ અમૃતિયા, રાઉન્ડ -9, મતથી આગળ- 19264

વાંકાનેર:
જીલ્લો મોરબી, બેઠક-વાંકાનેર, પક્ષ-ભાજપ, ઉમેદવાર- જીતુ સોમાણી, રાઉન્ડ -16, મતથી આગળ- 1468

ટંકારા:
જીલ્લો મોરબી, બેઠક – ટંકારા, પક્ષ :-ભાજપ, ઉમેદવાર – દુર્લભજી દેથરિયા, રાઉન્ડ – 9, મતથી આગળ – 10196

સમગ્ર મતગણતરી પ્રક્રિયા દરમિયાન 182 કાઉન્ટિંગ ઓબ્ઝર્વર્સ, 182 ચૂંટણી અધિકારી અને 494 મદદનીશ ચૂંટણી અધિકારી ફરજ પર હાજર રહેશે. આ મતગણતરી હેઠળ રિટર્નિંગ ઑફિસર/આસિસ્ટન્ટ રિટર્નિંગ ઑફિસર, ઉમેદવાર-કાઉન્ટીંગ એજન્ટ્સ તથા ચૂંટણી પંચ દ્વારા નિમણૂંક પામેલા ઑબ્ઝર્વર્સની ઉપસ્થિતિમાં સ્ટ્રોંગરૂમમાંથી EVM બહાર કાઢી કાઉન્ટીંગ હોલમાં ગોઠવી દેવામાં આવ્યા છે.

182 વિધાનસભા બેઠકોનું આજે પરિણામ:
ગુજરાત વિધાનસભાની કુલ 182 વિધાનસભા બેઠકો છે. જેમાં ઉત્તર ગુજરાતની 32 બેઠકો, દક્ષિણ ગુજરાતની 35 બેઠકો, મધ્ય ગુજરાતની 61 અને સૌરાષ્ટ્ર-કચ્છની 54 બેઠકો સામેલ છે.

પ્રથમ તબક્કાની ચૂંટણીમાં 89 બેઠકો પર સરેરાશ 63.14 ટકા જેટલું થયું છે મતદાન:
ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીમાં વિધાનસભાની 182 પૈકી 89 બેઠકો પર સાંજના પાંચ વાગ્યા સુધીમાં પૂર્ણ થઇ જતા 788 ઉમેદવારોનું ભાવી EVMમાં કેદ થયું હતું. પ્રથમ તબક્કાની આ ચૂંટણીમાં તમામ 89 બેઠકો પર સરેરાશ 63.14 ટકા મતદાન નોંધાયું હતું.

બીજા તબક્કામાં સરેરાશ 64.39 ટકા જેટલું થયું છે મતદાન:
જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. મળતી માહિતી અનુસાર બીજા સરેરાશ 64.39 ટકા જેટલું મતદાન થયું છે. મહત્વનું છે કે, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં તમામ મતદાન બૂથ પર શાંતિપૂર્વક રીતે મતદાન પૂર્ણ થયું છે. 93 બેઠક પર 833 ઉમેદવારનું ભાવિ EVMમાં સીલ થઈ ગયું છે. આ તબક્કાના મતદાન દરમિયાન મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

2017માં જાણો શું હતું પરિણામ:
મહત્વનું છે કે, 2017માં ભાજપને 99, કોંગ્રેસને 77, NCP-1, BTP-2 અને 3 બેઠક અપક્ષને મળી હતી. આ ત્રણ અપક્ષ બેઠકમાં જીજ્ઞેશ મેવાણી(હાલ કોંગ્રેસમાં), ભૂપેન્દ્ર ખાંટ(નિધન થઈ ગયું), રતનસિંહ રાઠોડ(ભાજપના સાંસદ)નો સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *