૩૦૦ જેટલા દર્દીના અંતિમ સંસ્કાર કર્યા છતાં પણ આ કોરોના હીરોને હોસ્પીટલમાં બેડ ના મળતા થયું મોત

કોરોનાની બીજી લહેર ખુબ જ ઘાતક સાબિત થઇ છે. જેને લીધે કેટલાય દર્દીઓ અપૂરતી સુવિધાઓને કારણે મૃત્યુ પામ્યા છે. ત્યારે હાલમાં જ આવો એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક વ્યક્તિએ ૩૦૦ જેટલા અંતિમ સંસ્કાર કર્યા છતાં પણ તેમને હોસ્પીટલમાં બેડ મળ્યો ન હતો. જાણીએ વિસ્તૃતમાં સમગ્ર ઘટના વિશે…

કોરોનાની આ મહામારી વચ્ચે પોતાના જીવને જોખમમાં મુકીને ૩૦૦ જેટલા મૃતદેહોને અંતિમ સંસ્કાર આપ્યા બાદ કોરોના વાયરસનો ચેપ લાગતા તેમણે આ દુનિયાને અલવિદા કહ્યું હતું. હિસાર મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારી પ્રવીણ કુમારને એક સાચા “કોરોના હિરો” તરીકે ઓળખવામાં આવે છે. કોરોનાની આ મહામારીમાં કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા બે દિવસ પછી 43 વર્ષીય પ્રવીણ કુમારનું અવસાન થયું હતું.

પ્રવીણ કુમાર હિસાર મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમનો હોદ્દો સંભાળતા હતા. જે કોરોનાના મૃતદેહોની અંતિમ સંસ્કાર માટેની જવાબદારી નિભાવી રહ્યા હતા. કોરોનાના વધી રહેલા સંક્રમણ વચ્ચે તેમની પહેલી અને બીજી લહેરમાં ૭૫૦ કોરોના દર્દીઓના મૃત્યુ થયા હતા. જેમાંથી ૩૦૦ જેટલા દર્દીઓના અંતિમ સંસ્કાર પ્રવીણ કુમારે અને તેમની ટીમે કર્યા હતા. હિસાર શહેરમાં દરરોજ સરેરાશ ૨૦ જેટલા દર્દીઓના મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે.

પ્રવીણ કુમાર એ હિસાર મહાનગર પાલિકાના કર્મચારી સંઘના પ્રમુખ પણ રહી ચૂકેલ છે. હિસાર મહાનગરપાલિકા કર્મચારી સંઘના પ્રવક્તા સુનિલ બેનીવાલે જણાવ્યું હતું કે, ઓક્સિજનનું લેવલ ઘટતા પ્રવીણ કુમારને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

સુત્રોના જણાવ્યા અનુસાર, પ્રવીણ કુમારનો પરિવાર સતત ૩ કલાક સુધી સરકારી હોસ્પીટલમાં બેડ માટે ભટકતો રહ્યો હતો. આખરે પ્રવીણ કુમારને ખાનગી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. નવાઈની વાત એ છે કે, સ્થાનિક વહીવટી તંત્ર આ કોરોના હીરો માટે એક બેડ પણ શોધી શક્યું ન હતું.

પ્રવીણ કુમારના પરિવારમાં તેમની પત્ની અને તેમના બે પુત્રો છે. જયારે એક પુત્ર હાલમાં અભ્યાસ કરે છે અને બીજો પુત્ર હિસાર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી કરે છે. પ્રવીણ કુમારના બંને ભાઈઓ પણ કોર્પોરેશનના કર્મચારી તરીકે ફરજ બજાવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.newsઅમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *