દાહોદ(ગુજરાત): હાલમાં એવા ઘણા કિસ્સા સામે આવી રહ્યા છે જેમાં પ્રેમીઓને પ્રેમ કરવા બદલ તાલીબાની સજા ફટકારવામાં આવતી હોય છે. આ દરમિયાન, દાહોદ જિલ્લામાં તાલિબાની સજા અને બર્બરતાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. આ ઘટના દેવગઢ બારિયાના ઉચવાણમાં બની છે. જાણવા મળ્યું છે કે, ઉચવાણના યુવક સાથે કોયડાની પરિણીતા ભાગી ગઇ હતી. પતિ સહિત સાત જેટલા શખ્સો દ્વારા પરિણીતા અને તેના પ્રેમીનું અપહરણ કરવામાં આવ્યું હતું અને માર પણ મારવામાં આવ્યો હતો તેમજ બન્નેના વાળ કાપી નાખ્યા હતા. બનાવ અંગે ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જાણવા મળ્યું છે કે, દેવગઢ બારિયા તાલુકાના કોયડા ગામે રહેતા મહેશભાઈ શનાભાઈ પટેલની પત્ની થોડા સમય પહેલા ઉચવાણ ગામે રહેતાં દિલીપભાઈ તેરસીંગભાઈ પટેલ સાથે ભાગી ગઈ હતી. પત્નીએ પતિ વિરુદ્ધ કોર્ટમાં ખાધા ખોરાકીનો કેસ કર્યો હોવાથી તેની સુનાવણી ચાલી રહી હતી. પરંતુ, કોઈ કારણોસર તે સુનાવણીમાં નિયમિત હાજર રહેતી ન હતી. ખાધા ખોરાકીના કેસને લઇને પરિણીતાનો પતિ મહેશ પટેલ અન્ય 7 શખ્સો સાથે પહોંચ્યો હતો અને પરિણીતાને ગાળો આપી હોવાનું સામે આવ્યું છે. તેમજ કોર્ટમાં મુદ્દતો આવતી હોય ત્યારે તું કેમ હાજર રહેતી નથી તેમ કહ્યું હતું.
પરિણીતા સાથે બોલાચાલી કર્યા બાદ પતિ મહેશ અને અન્ય શખ્સોએ પરિણીતા સાથે બળજબરી કરી હતી અને પ્રેમી સાથે તેને ગાડીમાં બેસાડી અપહરણ કર્યું હતું. ત્યારબાદ બન્નેને ગડદાપાટુનો માર મારવામાં આવ્યો હતો અને ઇજા પણ પહોચાડવામાં આવી હતી. આટલાથી પતિનો ગુસ્સો શાંત થયો ન હતો. તેણે મારી નાંખવાની ધમકી આપી હતી અને બન્નેના માથાના વાળ પણ કાપી નાંખ્યા હતા.
ત્યારબાદ બંન્ને ઈજાગ્રસ્તને દેવગઢ બારિયા સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા હતા. પરંતુ, મનિષાબેન ગર્ભવતી હોવાથી તેને ગોધરા સરકારી દવાખાને રીફર કરવામાં આવી હતી. આ સંબંધે દિલીપભાઈના ભાઈ કમલેશભાઈ તેરસીંગભાઈ પટેલે દેવગઢ બારિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસ દ્વારા ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.