રાજકારણ(Politics): ગાંધીનગર(Gandhinagar)માં રાજ ભવન ખાતે આજ રોજ બપોરે 1.30 કલાકે ધારાસભ્યો(MLA) મંત્રી પદ માટે શપથ ગ્રહણ કરનાર છે. ત્યારે શપથવિધિ સમારોહમાં નવા 27 જેટલા ધારાસભ્યોનો સમાવેશ કરવામાં આવી શકે તેવી પુરેપુરી સંભાવનાઓ છે જે નિર્વિવાદિત અને યુવાન હોય તેવા ધારાસભ્યને મંત્રીમંડળ(Cabinet)માં મંત્રી તરીકે સ્થાન મળી શકે છે.
આજ રોજ ગુજરાત રાજ્યના નવા મંત્રીમંડળની રચના થવાની છે. ત્યારે મંત્રીમંડળનો શપથવિધીના 2 કલાક અગાઉ જે મંત્રીઓ શપથ લેનાર છે તેમને ફોન કરવામાં આવશે. ભારતીય જનતા પાર્ટી વિવાદો વચ્ચે હાલ ધારાસભ્યોને કોલ કરવાનું ટાળવામાં આવ્યું છે. શપથવિધીના કાર્યક્રમમાં બે કલાક પહેલા ઝોન મુજબ ધારાસભ્યોને ફોન કરવાની જવાબદારી વિજય રૂપાણી, નીતિન પટેલ, સી.આર.પાટીલને સોંપી દેવામાં આવી છે. કેટલાક ધારાસભ્યો તો રાત્રિથી જ ફોન આવવાની રાહ જોઈને બેઠા છે.
અત્રે ઉલ્લાખનિય છે કે, ગુજરાતના નવા મંત્રીમંડળનો મામલો હજુ ગૂંચવાયેલો જોવા મળી રહ્યો છે. સમગ્ર મામલો હાઈકમાન્ડ સમક્ષ હજુ પેન્ડિંગ હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ સમગ્ર મામલા અંગેનો અંતિમ નિર્ણય પ્રધાનમંત્રી અને અમિત શાહ કરશે. જ્યારે પ્રભારી ભૂપેન્દ્ર યાદવ હાઈકમાન્ડના સતત સંપર્કમાં હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. ગુજરાત ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ડેમેજ કંટ્રોલમાં ભાજપ દ્વારા કેવા પ્રકારની નીતિ અપનાવવામાં આવશે તેના પર સૌની નજર છે.
આ મંત્રીઓને નવા મંત્રીમંડળમાં મળી શકે છે સ્થાન:
નવા મંત્રી મંડળમાં આર.સી.ફળદુ- જામનગર દક્ષિણ, પ્રદીપસિંહ જાડેજા- વટવા, ગણપત વસાવા- માંગરોળ- સુરત, જયેશ રાદડિયા- જેતપુર, દિલિપ ઠાકોર- ચાણસ્મા, જવાહર ચાવડા- માણાવદર, હકુભા જાડેજા- જામનગર ઉત્તર, રાજેન્દ્ર ત્રિવેદી- રાવપુરા, કિરિટસિંહ રાણા- લીંબડી, જીતુ વાઘાણી- ભાવનગર દક્ષિણ, નીમાબેન આચાર્ય- ભુજ, આત્મારામ પરમાર- ગઢડા, પંકજ દેસાઇ- નડિયાદ, આર.સી.મકવાણા- મહુવા- ભાવનગર, જે.વી.કાકડિયા- ધારી, ઋષિકેશ પટેલ- વિસનગર, શશિકાંત પંડયા- ડીસા , બ્રિજેશ મેરજા- મોરબી, જીતુ ચૌધરી- કપરાડા, મોહન ઢોડિયા- મહુવા- સુરત, હર્ષ સંઘવી- મજૂરા, કિર્તિસિંહ વાઘેલા- કાંકરેજ, ગજેન્દ્રસિંહ પરમાર- પ્રાતિંજ, રાકેશ શાહ- એલિસબ્રિજ, દેવા માલમ- કેશોદ, ગોવિદ પટેલ-રાજકોટ દક્ષિણ, જગદીશ પટેલ-અમરાઈવાડી, નિમીષા સુથાર-મોરવાહડફ, સંગીતા પાટીલ- લિંબાયત ને સ્થાન મળી શકે તેમ છે.
આ મંત્રીઓની થઇ શકે છે હકાલપટ્ટી:
રાજ ભવન ખાતે આજે મંત્રીઓનો શપથવિધિ સમારોહ યોજાનાર છે. ત્યારે કેટલાક નેતાઓના સમર્થકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રના બે મોટા નેતાઓના સમર્થકો નારાજ છે. જેમાં કુંવરજી બાવળિયા અને જવાહર ચાવડાના સ્થાનને લઈને કોકડું ગૂંચવાયું છે. કેમ કે જો નવા મંત્રીમંડળમાં ભાજપ દ્વારા નો રિપીટ થિયરી લાગુ કરવામાં આવે તો આ બંને મંત્રીઓના પત્તા મંત્રીમંડળમાંથી કપાઈ શકે છે.
આ ધારાસભ્યોનું મંત્રીઓનું મંત્રી પતુ કપાશે તેવાં સંકેત મળતા જ નેતાઓના સમર્થકોમાં ભારે નારાજગી અને વિરોધ જોવા મળી રહ્યો છે. જ્યારે બાવળિયાનો મંત્રી મંડળમાં સમાવેશ કરાવવા માટે તેમના સમર્થકો તેમજ કોળી સમાજ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર પણ લખવામાં આવ્યો છે. બીજી તરફ મંત્રી જવાહર ચાવડાના સમાજના લોકોમાં પણ ભારે નારાજગી અને વિરોધ જોવા મળી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.