ગુજરાત(Gujarat): વડોદરા(Vadodara)ના નેશનલ હાઈવે પર જાંબુવા બ્રિજ(Jambuva Bridge) નજીક મુજાર ગામડી ગામની સીમમાં આવેલા ખેતરમાં મંગળવારના રોજ 19 વર્ષની તૃષા સોલંકી(Trusha Solanki)ની ઘાતકી હત્યા કરી ઝાડી ઝાંખરામાં ફેકી દેવામાં આવી હતી. ખેતરમાં હત્યા કરવામાં આવી ત્યાં થોડાક જ નજીકમાં ગીતાબેન પાટણવાડિયા હાજર હતા. જ્યારે યુવતીની હત્યા થઇ રહી હતી ત્યારે બચાવો..બચાવો..ની બૂમો સાંભળતા ઘટના સ્થળે જવા તૈયાર પણ થઇ ગયા હતા. આ દરમિયાન લાઈટ જવાને કારણે રહેતા અંધારું થઈ ગયું હતું. 15 મિનિટ પછી લાઈટ આવવાને કારણે ગીતાબેન પહોંચતાની સાથે જ તૃષાનો મૃતદેહ મળી આવ્યો હતો.
ગીતાબેન પાટણવાડિયાએ પોલીસને જણાવતા કહ્યું હતું કે, તૃષાની હત્યા થઇ ત્યારે તેની નજીકમાં હું હાજર હતી. મેં યુવતીની બચાવો..બચાવો..ની બૂમો સાંભળી હતી. હું તે બાજુ જવાની તૈયારીમાં હતી પરંતુ તે જ સમયે લાઇટ ચાલી ગઇ હતી. એ વખતે કોઈ કોઇને ફટકા મારતા હોય તેવો અવાજ પણ મારા કાને ચડ્યો હતો. 15 મિનિટ બાદ લાઇટ આવતાં તે તરફ ગઇ તો યુવતીની લાશ જોવા મળી હતી. ત્યારબાદ મેં તાત્કાલિક જ પોલીસને જાણ કરી હતી.
જાણો શું હતી સમગ્ર ઘટના:
વડોદરાના નેશનલ હાઈવે પર જાંબુવા બ્રિજ નજીક 19 વર્ષીય તૃષા સોલંકીની હત્યા કરાયેલ મૃતદેહ મળી આવ્યો હતો. તેમનો મૃતદેહ નેશનલ હાઈવે 48 પર લેન્ડ ફિલ્ડ સાઇડમાં ફેંકી દેવામાં આવ્યો હતો. હાઈવે પર લાશ મળી આવવાને કારણે પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસ તપાસમાં તૃષા સોલંકી પંચાલના સામલી ગામની રહેવાસી હોવાનું સામે આવ્યું છે. તેની પાસેથી આધાર કાર્ડ મળી આવ્યું છે. તે માણેજા ખાતે તેના મામાના ઘરે અભ્યાસ કરતી હતી.
યુવતીના મામાએ જણાવતા કહ્યું હતું કે, તૃષા અલકાપુરીની એક એકેડમીમાં કોચિંગ કલાસીસ માટે જઈ રહી હતી. તૃષા એક્ટીવા લઈને ટ્યુશન જવા માટે નીકળી હતી. સાંજના સમયે ઘરે પરત ફરી ન હતી. બાદમાં તેની હત્યા થઇ હોવાની જાણ થઇ હતી.
જણાવી દઈએ કે, તૃષા પરિવારની એકની એક દીકરી હતી. દીકરીની હત્યાથી પરિવારમાં માતમ છવાય ગયો હતો. નવાઈની વાત તો એ છે કે, હત્યારાએ તૃષાનો એક હાથ ધડથી અલગ કરી દીધો હતો. તૃષાનું મોપેડ હાઇવે પર પાર્ક કરવામાં આવ્યું હતું અને જયારે તેની હત્યા ત્યાંથી થોડે દુર ઝાડીમાં કરવામાં આવી હતી. તૃષાના માથા અને મોઢાના ભાગે તીક્ષ્ણ હથિયારથી ઘા માર્યા હોય તેવા ગંભીર નિશાનો મળી આવ્યા હતા
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.