અમદાવાદ(Ahmedabad): દરરોજ ન જાણે કેટલીય અકસ્માત (Accident)ની ઘટનાઓ બનતી હોય છે. તેમજ આ અકસ્માતોમાં લાખો લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે. જયારે ઘણી વાર તો બીજાની બેદરકારીના કારણે નિર્દોષ લોકોના જીવ પણ જતા હોય છે. ત્યારે હાલ આવા જ એક ગોઝારા અકસ્માતના સમાચાર મળી આવ્યા છે. જેમાં અમદાવાદ શહેરના રખિયાલ વિસ્તારમાં પુરપાટ ઝડપે આવી રહેલા ટ્રકે 35 વર્ષીય યુવકને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ અકસ્માત એટલો ભયંકર હતો કે, યુવકનું માથું ટ્રકના ટાયરમાં આવી જતા જાણે તરબૂચ ફૂટે એવી રીતે તેનું માથું ફાટી ગયું હતું. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે.
રૂવાટાં ઊભા કરી દેતા અકસ્માતના CCTV pic.twitter.com/tyXsa8LZbA
— Ola Movie (@ola_movie) February 22, 2023
યુવક ટ્રક નીચે આવતા માથું કચડાયુ:
મળતી માહિતી અનુસાર, આ ગમખ્વાર અકસ્માત મંગળવારના રોજ સર્જાયો હતો. નરોડા વિસ્તારનો રહેવાસી 35 વર્ષીય મહેન્દ્ર પુરોહિત નામનો યુવક મંગળવારે સાંજના સમયે પોતાના કોઈ કામથી બહાર નીકળ્યો હતો. આ દરમિયાન રખિયાલના મોહમ્મદી મસ્જિદ પાસેથી તે પસાર થઈ રહ્યો હતો, ત્યારે ત્યાંથી પુરપાટ ઝડપે એક ટ્રક આવી રહી હતી. તે જ સમયે મહેન્દ્ર ટ્રકને ઓવરટેક કરવા જતા પોતાની ટુ વ્હીલર પરથી કાબૂ ગુમાવ્યો હતો.
કાબુ ગુમાવતાની સાથે જ યુવકનું માથું ટ્રકના ટાયર નીચે આવી ગયું હતું. તેમજ તરબૂચ ફૂટે એવી રીતે તેનું માથું ફાટી જતા યુવક ઘટના સ્થળે જ મોતને ભેટ્યો હતો. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. સાથે જ આ રૂવાટાં ઊભા કરી દેતા દ્રશ્યો સર્જાતા આસપાસના લોકોમાં પણ ડરનો માહોલ જોવા મળ્યો હતો. જાણવા મળ્યું છે કે, અકસ્માત સર્જાયા બાદ ટ્રકનો ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.
સીસીટીવીના આધારે પોલીસે તપાસ હાથ ધરી:
ત્યારબાદ પોલીસને ઘટનાની જાણ થતા પોતાની ટીમ સાથે તાત્કાલિક પણે ઘટના સ્થળે દોડી આવી હતી. આ ઉપરાંત મહેન્દ્રના કાકાના દીકરા દ્વારા ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. તેથી ફરિયાદના આધારે પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે. બીજી તરફ સીસીટીવી ફૂટેજ ચેક કરીને વિગતો મેળવવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.