“ખાલી મગજની કોંગ્રેસનું બુદ્ધિ પ્રદર્શન” પેપર લીક બાબતે આવેદનપત્ર આપવાના મેસેજમાં કર્યો ગોટાળો

ગુજરાત(Gujarat): રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી હેડ ક્લાર્કની પરીક્ષા(Head Clerk Exam Paper leak)ના પેપર લીક બાબતે હોબાળો મચ્યો છે અને રાજકારણ ગરમી ચડાવી રહ્યું છે. ત્યારે વિપક્ષના નેતા ઓ સતત ગુજરાત સરકારને ઘેરી રહ્યા છે. ગઈકાલે ગુજરાત કોંગ્રેસ(Gujarat Congress)ના નેતાઓએ મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel)ને આવેદનપત્ર આપીને કેટલીક માંગ કરી હતી. ત્યારે હવે કોંગ્રેસના શહેર સંગઠનો પણ આવેદનપત્ર આપવાના કાર્યક્રમો યોજી રહ્યા છે. ત્યારે સુરત કોંગ્રેસનું વધ્યું ઘટ્યું માળખું સંભાળી રહેલા કાર્યકારી પ્રમુખ નૈષધ દેસાઈએ બફાટ કરી દીધો છે.

કાર્યકારી પ્રમુખ નૈષધ દેસાઈએ એક મેસેજ વાયરલ કર્યો છે જેમાં પોતાના કાર્યકરોને ગુરુવારે સાંજે સુરત કલેકટર ઓફિસ ખાતે હાજર રહેવાનું કહેવાયું છે. સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નૈષધ દેસાઈએ બુદ્ધિનું પ્રદર્શન કરતા કાર્યકર્તાઓ ને કહ્યું છે કે, કોંગ્રેસ સમિતિ દ્વારા એલ આર ડી પેપર લીકના વિરોધમાં આવેદનપત્ર આપવા જવાનું છે. ત્યારે હકીકતમાં આવું કોઈ પેપર લીક હાલમાં થયું નથી હાલમાં પાર્ટી અને કોંગ્રેસ દ્વારા હેડ ક્લાર્ક મુદ્દે ગુજરાત સરકારને ઘેરવામાં આવી રહી છે

આમ બુદ્ધિનું પ્રદર્શન કરીને સુરતમાં કોંગ્રેસની વધી ઘટી આબરૂ પણ ખોવાની હિમાયત કરી છે. ઉલ્લેખનીય છે કે આજે બપોરથી આમ આદમી પાર્ટીના નેતાઓ પોતાના ગુજરાત પ્રદેશના નેતાઓની ધરપકડના વિરોધમાં અને પેપર લીક કાંડમાં જેનો બચાવ થઇ રહ્યો છે. તેવા આસિત વોરા સામે ફરિયાદ નોંધવાની માંગ સાથે અમદાવાદમાં ઉપવાસ પર બેસી રહ્યા છે અને કોંગ્રેસ હજુ આવેદનપત્ર આપવાની તૈયારીઓ કરી રહ્યું છે અને એ પણ એવું આવેદનપત્ર જેમાં શું માંગ છે તે કોંગ્રેસ પ્રમુખને પણ ખ્યાલ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *