દુનિયાની 52% થી વધુ વસ્તીને થઇ રહ્યો છે માથામાં દુઃખાવો- રીસર્ચ દરમિયાન થયો મોટો ઘસ્ફોટ

વિશ્વની 52 ટકાથી વધુ વસ્તી દર વર્ષે માથાના દુ:ખાવાની સમસ્યામાંથી પસાર થાય છે. જેમાંથી 14 ટકા કેસ માઈગ્રેન (Migraine)ના હોય છે. તાજેતરના સંશોધનમાં એ પણ…

વિશ્વની 52 ટકાથી વધુ વસ્તી દર વર્ષે માથાના દુ:ખાવાની સમસ્યામાંથી પસાર થાય છે. જેમાંથી 14 ટકા કેસ માઈગ્રેન (Migraine)ના હોય છે. તાજેતરના સંશોધનમાં એ પણ બહાર આવ્યું છે કે, પુરુષો કરતાં સ્ત્રીઓને માથાનો દુ:ખાવો વધુ થાય છે. નોર્વેજીયન યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીના સંશોધકોના અહેવાલ મુજબ, જર્નલ ઓફ હેડોક એન્ડ પેઈનમાં પ્રકાશિત વિશ્વભરમાં માથાનો દુ:ખાવો 20 થી 65 વર્ષની વયજૂથમાં વધુ જોવા મળે છે.

ટેન્શનના કારણે માથાના દુ:ખાવાથી પીડાય રહ્યા છે આટલા લોકો:
સંશોધકોએ 1961 અને 2020 વચ્ચે પ્રકાશિત થયેલા અહેવાલોના આધારે માથાનો દુ:ખાવોની સમસ્યાનું મૂલ્યાંકન કર્યું છે. તેનો આ સમીક્ષા અહેવાલ જણાવે છે કે લગભગ 26 ટકા લોકો તણાવના કારણે માથાના દુ:ખાવાથી પીડાય છે અને 4.6 ટકા લોકોએ દર મહિને 15 કે તેથી વધુ દિવસો સુધી માથાનો દુ:ખાવો હોવાની જાણ કરી હતી.

લોકો કરી રહ્યા છે માઇગ્રેનની ફરિયાદ: 
સંશોધનમાં એ પણ દર્શાવવામાં આવ્યું છે કે લગભગ 15.8 ટકા લોકોને કોઈક સમયે માથાનો દુ:ખાવો થાય છે અને તેમાંથી લગભગ 50 ટકા લોકોએ માઈગ્રેનની ફરિયાદ કરી છે. સંશોધન અહેવાલના મુખ્ય લેખક લાર્સ જેકબ સોવનેરે જણાવ્યું હતું કે માથાનો દુ:ખાવાની સમસ્યા સમગ્ર વિશ્વમાં સામાન્ય છે અને ઘણા લોકો તેના વિવિધ સ્વરૂપોથી પ્રભાવિત છે. માથાનો દુ:ખાવો અટકાવવા અને સારવાર માટે વધુ સારી રીતો શોધવાની જરૂર છે.

મહિલાઓમાં માથાના દુ:ખાવાની વધુ ફરિયાદ: 
રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે મહિલાઓને માથાના દુ:ખાવાની સમસ્યા વધુ થાય છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે 8.6 પુરૂષો માઈગ્રેનનો શિકાર છે, જ્યારે 17 ટકા મહિલાઓ તેનાથી પીડાય છે. એ જ રીતે 6 ટકા મહિલાઓ 15 દિવસ કે તેથી વધુ સમય સુધી માથાના દુ:ખાવાની ફરિયાદ કરે છે, જ્યારે પુરુષોના કિસ્સામાં તે માત્ર 2.9 ટકા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *