અમદાવાદ(Ahemdabad): રાજયમાં હીટ એન્ડ રન(Hit and run)ની ઘણી ઘટના બને છે, જેમાં નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવે છે. આજે ફરીએકવાર અમદાવાદ(Ahemdabad)માં હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે. અમદાવાદમાં ઝાયડસ હોસ્પિટલ રોડ પર અકસ્માતની ઘટના સામે આવી છે. એક BMW કારચાલકે બેફામ ડાઇવિંગ કરી 3થી 4 લોકોને અડફેટે લીધા હતા. આ અકસ્માતની ઘટનામાં 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા છે.
અમદાવાદમાં કરોડપતિ બાપના દીકરાએ 122ની સ્પીડે કાર હંકારી ચાર લોકોને કચડ્યા- નશામાં ધુત હતો યુવક#ahemdabad #hitandrun #bmw #car #couple #AhmedabadPolice #SPAmdRural #trishulnews pic.twitter.com/z5z7qNFoIR
— Trishul News (@TrishulNews) March 2, 2023
તપાસ દરમિયાન ગાડી માંથી દારૂની બોટલો મળી આવી
ચોંકાવનારી વાત તો એ છે કે, પોલીસ તપાસ દરમિયાન કારમાંથી દારૂની બોટલો ઝડપાઈ છે. જેને લઈ હવે કારને સોલા પોલીસ સ્ટેશન લઈ વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. ગાડીમાંથી દારૂની બોટલ હાલ પોલીસે કબજે કરી છે. તથા ગાડીમાંથી ભાજપનો ખેસ પણ મળી આવ્યો છે. આ સાથે ગાડીમાંથી સત્યમ શર્મા નામના યુવકની પાસબુક મળી છે.
અકસ્માતમાં એન ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધ્યો છે. તેમજ ગાડીમાં દારૂ મળવા અંગે સોલા પોલીસે ગુનો નોંધ્યો છે. તેમાં અમિત સિંઘલ, મેઘા સિંઘલ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયા છે. તેથી ઈજાગ્રસ્ત દંપતી ઝાયડ્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા છે.
અમદાવાદમાં કરોડપતિ બાપના દીકરાએ 122ની સ્પીડે કાર હંકારી ચાર લોકોને કચડ્યા- નશામાં ધુત હતો યુવક#ahemdabad #hitandrun #bmw #car #couple #AhmedabadPolice #SPAmdRural #trishulnews pic.twitter.com/z5z7qNFoIR
— Trishul News (@TrishulNews) March 2, 2023
કારચાલક દારૂના નશામાં હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. જોકે ઘટના સ્થળના દોઢ કિલોમીટર આગળ કાર પણ મળી આવતા પોલીસે તપાસ શરૂ કરી. ગઈકાલે રાત્રે 10:30 વાગ્યા આસપાસ બનેલી ઘટનામાં અત્યાર સુધી 3 થી 4 વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હોવાનું સામે આવ્યું છે.
આ ઘટના બાદ કારચાલક ઘટનાસ્થળેથી દોઢ કિલોમીટર દૂર કાર મૂકીને ફરાર થઈ ગયો હતો. આ તરફ પોલીસ તપાસમાં કારમાંથી દારૂની બોટલો અને ભાજપનો ખેસ મળી આવ્યો છે. ઝાયડસ હોસ્પિટલ રોડ પર હિટ એન્ડ રનની ઘટનામાં આરોપી સત્યમ શર્મા હોવાનું જાણવા મળ્યું છે. ગઈકાલે રાત્રે અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો. જોકે રાત્રે 11 વાગ્યા બાદથી શર્મા પરિવાર ફરાર થઈ ગયો હોવાનું પણ સામે આવ્યું છે.
સત્યામ શર્માના ફરાર થવા અંગે ગૌતમભાઈ નામના રસોયાનું નિવેદન સામે આવ્યું છે. તેમને જણાવ્યું હતું કે, શર્મા પરિવાર પાસે 4 જેટલી રોયલ કાર છે. આજે સવારથી ફોન કરી રહ્યો છું પણ ફોન બંધ છે. ઇજાગ્રસ્તોના પરિવારમાંથી એક મહીલાને પૂછતાં કહ્યું હતું કે, ગઈકાલે રાત્રે 10:30 વાગ્યા આસપાસ મારા જીજાજીનો ફોન આવ્યો કે એક ગાડી અમને ટક્કર મારીને જતી રહી છે. અકસ્માત દરમિયાન મારી બેન ઊછળીને બહુ દૂર પડી હતી અને મારા જીજાજીને પણ ગંભીર ઇજાઓ પહોંચી હોઇ બંનેને ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આજે એ બંનેનું ઓપરેશન છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.