Heavy rain forecast in Gujarat: ગુજરાતમાં જામેલા વરસાદી માહોલની વચ્ચે હવામાન વિભાગે એક મોટી આગાહી કરી છે. હવામાન વિભાગે આવનાર 4 દિવસ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ,(Heavy rain forecast in Gujarat) આવનાર 4 દિવસ રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, નવસારી, વલસાડ, દમણ, ડાંગ, પંચમહાલ, દાહોદ, ભરૂચ, સુરત અને વડોદરામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે તેવી સંભાવના છે.
આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા આવનાર 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવતા વહીવટી તંત્ર ખુબ જ એલર્ટ થઈ ગયું છે. ભારે વરસાદને લઈને દક્ષિણ ગુજરાતમાં NDRFની ટીમ મોકલવા અંગે પણ આજે નિર્ણય લેવાશે. આ ઉપરાંત આજે ગાંધીનગર ખાતે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાનારી કેબિનેટની બેઠકમાં પણ હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીની તૈયારીઓ પર ચર્ચા કરવામાં આવશે.
આજે ગુજરાતના 10 જિલ્લાઓમાં યલો એલર્ટ
તમને જણાવી દઈએ કે, હવામાન વિભાગ દ્વારા આજે ગુજરાતના 10 અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જે મુજબ આ જિલ્લાઓમાં આજે ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. આ જિલ્લાઓ વિશે વાત કરીએ તો આજે રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દાહોદ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
29 જૂને 4 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા આવતીકાલે એટલે કે તારીખ 29 જૂને 4 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. આવતીકાલે ભરૂચ, સુરત, નવસારી, વલસાડમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. આ જિલ્લાઓમાં આવતીકાલે મેઘરાજા તોફાની તરીકે બેટિંગ કરી શકે છે.
અંબાલાલ પટેલે પણ કરી છે આગાહી
અત્રે ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગ ઉપરાંત હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને મોટી આગાહી કરી છે. ગઈકાલે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, આગામી 48 કલાક દક્ષિણ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની પડી શકે તેવી શક્યતા છે. તેમણે વધુમાં જણાવ્યું કે, આહવા, ડાંગ, વલસાડ, સુરત, ભરૂચ, પાટણ, કચ્છ, મહેસાણામાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. સાથે જ મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.
સાબરમતી નદીના જળ સ્તરમાં થઈ શકે છે વધારો
આગામી 48 કલાક અમદાવાદ, ગાંધીનગરમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. તો સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે તેવું હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે. તેમના જણાવ્યા અનુસાર, વરસાદને લઈ સાબરમતી નદીમાં જળ સ્તરમાં વધારો થઈ શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.