Rain Forecast in Gujarat: સપ્ટેમ્બર મહિનામાં મધ્ય પ્રદેશ, રાજસ્થાન ઉપરાંત ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે. સતત વરસાદના કારણે નદીઓ અને નાળાંઓ છલકાઈ ગયા છે. રાજ્યના ઘણા શહેરોમાં શાળા-કોલેજો બંધ છે. લોકોની હાલત ઘણી કફોડી બની ગઈ છે. આવા વિષમ સંજોગો વચ્ચે મેઘરાજાની નોન સ્ટોપ બેટિંગ ચાલુ રહેવાની છે. આજે સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી(Rain Forecast in Gujarat) કરવામાં આવી છે. તેમાં કચ્છ, પાટણ અને મોરબીમાં અતિભારે વરસાદ ખાબકી શકે છે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.
આજે પણ મેહુલિયો કરશે ગર્જના
રાજ્યના ઘણા સ્થળોમાં આકાશી આફત સર્જનાર મેહુલિયો આજના ગણેશ ચતુર્થીના પવિત્ર તહેવારના દિવસે પણ ભારે ગર્જના કરવાનો છે. હવામાન વિભાગ જણાવ્યા મુજબ, આજે ત્રણ જિલ્લાઓમાં અતિભારે વરસાદની પડવાની શક્યતા છે. જેમાં કચ્છ, પાટણ અને મોરબી જિલ્લાનો સમાવેશ થાય છે. આજે કચ્છ અને મોરબીમાં રેડ એલર્ટ અપાયું છે. જ્યારે જામનગર, દ્વારકા, રાજકોટ, પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. તો બનાસકાંઠા, સુરેન્દ્રનગર, જૂનાગઢમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આવતીકાલે આ વિસ્તારમાં ખાબકશે ભારે વરસાદ
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આવતીકાલે કચ્છ, જામનગર, દ્વારકા, પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં બે દિવસ સામાન્ય વરસાદ વરસી શકે છે. અમદાવાદમાં બંને દિવસ સામાન્ય વરસાદ આગાહી કરવામાં આવી છે. આવતીકાલે 20 સપ્ટેમ્બરનાં રોજ કચ્છ, જામનગર, દ્વારકા અને પોરબંદરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
‘બે દિવસ કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી’
આગાહી અનુસાર, આ બે દિવસ દરમિયાન થરાદ, વાવ, કાંકરેજ, રાધનપુર, સાંતલપુર, સુઈગામમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદના કારણે ધરોઈ ડેમની જળ સપાટીમાં વધારો થશે. આ ઉપરાંત સાબરમતી નદીનું જળસ્તર પણ ખુબ વધી શકે છે. હવામાન વિભાગ જણાવ્યું છે કે, બે દિવસ દરમિયાન કચ્છના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જામનગરના પોરબંદર, દ્વારકાના ભાગોમાં પણ ભારે વરસાદ થઈ શકે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube