રાજકોટ ના રણછોડનગર માં આવેલ પી.બી. પટેલ સ્કૂલ ના સંચાલકો ની દાદાગીરી ની વિડિયો વાઇરલ…
વાલીઓના કહ્યા પ્રમાણે, અગાઉ 2 મહિના પહેલા ફી ભરવા સમયે અખા વર્ષ ની ફી ની માંગણી કરેલ ત્યારે અર્ધા સત્ર ની ફી ભરવા કહેતા ફી સ્વીકારેલ નહિ અને આજે વિદ્યાર્થી ને પરિક્ષા માં ના બેસવા દેતા થયો હોબાળો… પરિક્ષા માં ના બેસવા દેવા થી બાળક રડવા લાગ્યો પણ જ્યાં સુધી ફી ભરવા ના આવ્યા ત્યાં સુધી બેસવા ના દીધો. એમના વાલી એ રજૂઆત પણ કરી કે તમે એલ.સી તો ફી વગર ના આપો જ્યારે એલ.સી લેવા આવી ત્યારે ફી લઈ લેજો.
રૂબરૂ જઈ ને ફી ભરી ને રજૂઆત દરમિયાન વાલી દ્વારા વિડિયો રેકોર્ડિંગ કરતા મોબાઈલ જૂટવી લેવા ની અને બહાર કેમ કેમ નીકળી શકો છો કહી ધમકી આપી…
આ ઘટના સાબિત કરે છે કે સરકારને આ લોકો ગાંઠતા જ નથી,ને પોતાની જ મન માની કરી રહ્યા છે,.
અને સરકાર ફી નિયમનના ખોટા દવા કરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.