બોલીવુડ અને ફિલ્મ સ્ટારોની દુનિયા પણ અંદરખાને ઘણું બધું ચાલતું હોય છે. મુંબઈની એક ફાઈવસ્ટાર હોટલમાં હાઈપ્રોફાઈલ દેહવ્યાપારનો પર્દાફાશ થયો છે. રિપોર્ટ્સ મુજબ, મુંબઈ પોલીસે રેડની કાર્યવાહી દરમ્યાન ત્રણ મહિલાને કસ્ટડીમાં લીધી છે. તેમાં એક બોલિવૂડની ઇન્ટરનેશનલ બેલે ડાન્સર હોવાનું જણાવાઈ રહ્યું છે, જ્યારે બાકીની બે ટીવી એક્ટ્રેસ હોવાનો દાવો થઇ રહ્યો છે.
પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, બેલે ડાન્સર પર બોલિવૂડ અને ટીવી જગતની એક્ટ્રેસિસને દેહવ્યાપારમાં સામેલ કરવાનો આરોપ છે. કહેવામાં આવી રહ્યું છે કે, તે આ એક્ટ્રેસિસ પાસે મોટી- મોટી હોટલ્સમાં ધંધો કરાવે છે.
પોલીસ અને આરોપીઓ વિરુદ્ધ દેહવ્યાપારની કલમો હેઠળ કેસ ફાઈલ કરી દેવામાં આવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે, બેલે ડાન્સર અને ટીવી સિરિયલ્સની બે એક્ટ્રેસ સાથે હોટલમાં દેહ વ્યાપાર કરવાની ડીલ ૧૦ લાખ રૂપિયામાં થઇ હતી.
મળેલી માહિતીના આધારે, શુક્રવારે સાંજે ક્રાઇમ બ્રાન્ચે તેની ટીમના અમુક સભ્યોને નકલી કસ્ટમર બનાવીને ગોરેગાંવ સ્થિત ફાઈવ સ્ટાર હોટલમાં મોકલ્યા હતા. આ સભ્ય ત્યાં દેહવ્યાપારના ડીલર્સને મળ્યા. જ્યારે ત્યાં દેહવ્યાપારની વાત એકદમ સ્પષ્ટ થઇ ગઈ તો પોલીસે દરોડા પાડી અને ઘટનાસ્થળેથી ત્રણ મહિલાઓને કસ્ટડીમાં લીધી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle