વડોદરા-ભરૂચ નેશનલ હાઇવે પર પલટી ગયું કેમિકલ ભરેલુ ટેન્કર- કલાકો સુધી ટ્રાફિકજામમાં ફસાયા લોકો

Published on: 5:39 pm, Wed, 22 March 23

વધુ એક અકસ્માતની ઘટના વડોદરા-ભરૂચ વચ્ચે આવેલા નેશનલ હાઇવેની વચ્ચોવચ પોર પાસે કેમિકલ ભરેલું ટેન્કર પલટી ખાઈ ગયું હતું. આ અકસ્માત સર્જાતા વડોદરાથી ભરૂચ તરફ બે કિલોમીટર જેટલો ટ્રાફિકજામ થઈ ગયો હતો. વડોદરા થી ભરૂચ તરફ નોકરી ધંધાર્થે જતા લોકો ટ્રાફિક જામના કારણે અટવાઇ ગયા હતા.

આ અકસ્માતની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. પોલીસ તંત્ર દ્વારા ટ્રાફિકને પૂર્વવત કરવા માટે ટેન્કરને ક્રેન દ્વારા રોડની બાજુમાં ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વડોદરાથી ભરૂચ નેશનલ હાઇવે પર પોર પાસે કેમિકલ ભરેલું ટેન્કર પલટી ખાઈ ગયું હતું અને અકસ્માત સર્જાયો હતો.

જયારે અકસ્માત સર્જાયો ત્યારે સદભાગ્યે ટેન્કરની આગળ પાછળ કોઈ વાહન ન હોવાથી અને કેમિકલ ભરેલા ટેન્કરમાં આગની દુર્ઘટના થઈ નહોતી. જાણવા મળ્યું છે કે, આ ઘટનામાં ટેન્કર ચાલકને સામાન્ય ઇજા થઇ છે. આ ઘટનાને પગલે વડોદરા- ભરૂચ તરફ ટ્રાફિક વ્યવહાર ખોવાઈ ગયો હતો અને બે કિલોમીટર સુધી વાહનોની કતારો લાગી ગઈ હતી.

આ અકસ્માતથી ટ્રાફિકજામ થયું હતું અને તેથી ગામના લોકો પાણી, નાસ્તા અને અન્ય વસ્તુઓ વેચવા માટે હાઇવે પર આવ્યા હતા. ત્યારે બીજી બાજુ પોલીસ ટ્રાફિક ક્લીયર કરી રહી હતી. રોડની વચ્ચોવચ પલટી ખાઈ ગયેલી ટેન્કરને બાજુ પર ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.