આ ભાઈએ માત્ર ચાર સેકન્ડની અંદર જ દાંતથી છોલી બતાવ્યું શ્રીફળ- વિશ્વાસ ન આવે તો જોઈ લો વિડીયો

Published on Trishul News at 12:57 PM, Wed, 22 March 2023

Last modified on March 22nd, 2023 at 1:02 PM

ગુજરાત(Gujarat): જો વાત કરવામાં આવે તો નવસારી(Navsari)નાં લક્ષ્મણભાઇ પુરોહિત(Lakshmanbhai Purohit)નાં દાંત ખુબ જ મજબૂત છે. કારણ કે, લક્ષ્મણભાઇ પુરોહિત દાંત વડે આખું જ શ્રીફળ થોડીવારમાં છોલી નાખે છે અને એ પણ માત્રને માત્ર ચાર સેકન્ડમાં જ. લક્ષ્મણભાઇની કલા ભલભલાને ચોંકાવી દે તેવી છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

આપણે સૌ જાણીએ છીએ કે, શ્રીફળ ખુબ જ મજબૂત હોય છે. શ્રીફળના છાલાને છોલવા માટે લોખંડનાં ઓજારની જરૂર પડતી હોય છે અને ત્યારે માંડ માંડ શ્રીફળ છોલાતું હોય છે. પરંતુ દાંતથી શ્રીફળ છોલવું એ તો એક સપનું જોવા સમાન છે.

પરંતુ તમને જાણીને નવાઇ લાગશે કે નવસારીનો એક યુવાન દાંતથી જ આખા શ્રીફળ છોલી નાખે છે. પણ સૌથી વધુ ચોંકાવનારી વાત તો એ છે કે, શ્રીફળ ફકત ચાર સેકન્ડમાં જ છોલીને બતાવે છે.

લક્ષ્મણભાઇ પુરોહિતે જણાવતા કહ્યું હતું કે, હું છેલ્લા 20 વર્ષથી કલાથી જાણકાર છું. શ્રીફળને દાંત વડે છોલવા માટે મજબૂત દાંત હોવા જરૂરી છે. વધુમાં તેમણે કહ્યું હતું કે, મારા મિત્રો દ્વારા દાંતથી શ્રીફળ છોલવાની મને ચેલેન્જ આપવામાં આવી હતી. ત્યારે મે પ્રથમ કોશિશ કરી હતી. આ વાતને આજે 20 વર્ષ થઇ ચુક્યા છે. આજે હું માત્ર ચાર સેકન્ડની અંદર જ શ્રીફળને છોલી નાખું છું.

મહત્વનું છે કે, શ્રીફળને દાંત વડે છોલવાની પરંપરા અને રમત સૌ પહેલા બનાસકાંઠામાં જન્મી હતી. આ કળા તહેવારોમાં સો વર્ષથી વધુના સમયથી ચાલતી આવે છે. સામાન્ય માણસ માટે દાંતથી શ્રીફળ છોલવુંએ ખૂબ જ મુશ્કેલ બાબત છે. પરંતુ લક્ષ્મણભાઈ પોતાના દાંતથી શ્રીફળ છોલવા સતત કોશિશ હતાં અને આજે તેઓ આ કલામાં માહિર બની ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Be the first to comment on "આ ભાઈએ માત્ર ચાર સેકન્ડની અંદર જ દાંતથી છોલી બતાવ્યું શ્રીફળ- વિશ્વાસ ન આવે તો જોઈ લો વિડીયો"

Leave a comment

Your email address will not be published.


*