પાકિસ્તાન (Pakistan)માં લઘુમતી હિંદુ (Hindu)ઓ પર અત્યાચાર (Atrocities)ના કિસ્સાઓ અવાર-નવાર સામે આવતા જ રહે છે. ત્યારે હવે ફરી એકવાર પાકિસ્તાનમાં સોમવારે એક 18 વર્ષની હિંદુ યુવતીને અપહરણ (Kidnapping)ના નિષ્ફળ પ્રયાસ બાદ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પાકિસ્તાની મીડિયાના અહેવાલના જણાવ્યા અનુસાર, આરોપીએ યુવતીનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો અને જ્યારે યુવતીએ વિરોધ કર્યો તો આરોપીએ તેને રસ્તામાં જ ગોળી મારી દીધી હતી.
પાકિસ્તાનના સિંધ પ્રાંતનો મામલો છે:
મળતી માહિતી અનુસાર, આ મામલો પાકિસ્તાનના સિંધના રોહી સુક્કુરનો છે. જ્યાં પૂજા ઓડ નામની હિન્દુ યુવતીની હત્યા કરવામાં આવી છે. અહીં હુમલાખોરોએ પહેલા પૂજાનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો અને જ્યારે આ પ્રયાસ નિષ્ફળ રહ્યો તો યુવતીને રસ્તાની વચ્ચે ગોળી મારી દેવામાં આવી હતી. નોંધનીય છે કે, પાકિસ્તાનમાં લઘુમતીઓ પર અત્યાચારના કિસ્સાઓ સામે આવતા રહે છે. ખાસ કરીને સિંધ પ્રાંતમાં હિંદુ મહિલાઓનું અપહરણ કરવામાં આવે છે, પછી તેમને ધર્મ પરિવર્તન માટે દબાણ કરવામાં આવે છે.
પાકિસ્તાનમાં માત્ર 1.60 ટકા હિંદુઓ રહે છે:
પાકિસ્તાન સરકારના આંકડા મુજબ દેશમાં 75 લાખ હિંદુઓ રહે છે. જયારે હિન્દુ સમુદાયનું કહેવું છે કે, તેમની વસ્તી 90 લાખ છે. પીપલ્સ કમિશન ફોર માઈનોરિટી રાઈટ્સ અને સેન્ટર ફોર સોશિયલ જસ્ટિસનો દાવો છે કે 2013 અને 2019 વચ્ચે બળજબરીથી ધર્માંતરણના 156 કેસ નોંધાયા છે. 2019 માં, સિંધ સરકારે બળજબરીથી ધર્મ પરિવર્તન અને બીજા લગ્ન વિરુદ્ધ બિલ લાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પાકિસ્તાનના કટ્ટરપંથીઓએ આ બિલનો વિરોધ કર્યો હતો.
સિંધ પ્રાંતમાં સૌથી વધુ હિંદુઓ છે:
પાકિસ્તાનમાં સૌથી વધુ હિન્દુ વસ્તી સિંધ પ્રાંતમાં છે. અહીં તેઓ મુસ્લિમો સાથે તેમની સંસ્કૃતિ અને ભાષા શેર કરે છે. આ બાબત સિંધ પ્રાંતના કટ્ટરપંથીઓને દુઃખ પહોંચાડે છે અને તેઓ સિંધ પ્રાંતની હિંદુ મહિલાઓ પર અત્યાચાર કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.