ગાંધીનગર પાસે બિલ્ડિંગના ભોંયરામાંથી ઝડપાયું હુક્કાબાર: 11 નબીરાની ધરપકડ

આજકાલ પોલીસ દ્વારા ઘણા કુટણખાના અને દારૂના અડ્ડામાં દરોડા પાડવામાં આવે છે. આ દરમિયાન ગાંધીનગરના કોબા નજીક આવેલ એક કોમર્શિયલ કોમ્પલેક્ષના બેઝમેન્ટમાં ચાલતા હુક્કાબાર પર એસઓજી દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો.

જયારે પોલીસ ત્રાટકી ત્યારે કેટલાક નબીરાઓ હુક્કાની મોજ માણી રહ્યા હતા. આ દરમિયાન પોલીસ દ્વારા 15 શખસોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં બે સંચાલક અને અને હુક્કાબારમાં ફરજ બજાવતા બે કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ મામલે પોલીસ દ્વારા 50 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, હુક્કાબાર કોબા ગાંધીનગર હાઇવે પર આવેલા સિલ્વર પોઇન્ટ કોમ્પલેક્ષના પાછળના ભાગે બેઝમેન્ટમાં ચાલતુ હતું. આ મામલે એસઓજી પી.આઇ. ડી.બી.વાળાને બાતમી મળતા ટીમ દ્વારા સ્થળ પર ચેકિંગ કરીને 15 શખસોની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં ચાર હુક્કાબાર ચલાવતા સંચાલક અને કર્મચારીનો સમાવેશ થાય છે.

પોલીસની પ્રાથમિક પુછતાછમાં આ હુક્કાબાર નભોઇનો નવઘણ છગન ભરવાડ નામનો શખસ ચલાવી રહ્યો હોવાનું સામે આવ્યું હતું. બનાવ સમયે આ શખ્સ પણ સ્થળ પરથી મળી આવ્યો હતો. જ્યારે અન્ય ત્રણ શખસોમાં સંજય જગા ભરવાડ તથા કુમાર આશુતોષ ધર્મેન્દ્રકુમાર ભારદ્વાજ તથા રોહિત શ્રીસુદામાં પાન્ડેનો સમાવેશ થાય છે.

જાણવા મળ્યું છે કે, સંજય ભરવાડ હુક્કાબારના સંચાલક નવઘણ ભરવાડનો ભત્રીજો થાય છે. સ્થળ પરથી પોલીસ દ્વારા માટીની ચીલમના પાંચ હુક્કા, જુદી જુદી ફ્લેવરોના પેકેટ, હુક્કામાં લગાવેલી પ્લાસ્ટીકની જુદી જુદી કલરની પાઇપો મળી કુલ 50 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *