Husband wife affair, Ahmedabad: જો વાત કરવામાં આવે તો સમાજમાં પતિ-પત્ની વચ્ચેના ઝઘડા (Husband wife quarrel) અવારનવાર એટલી હદે વધી રહ્યા છે કે બંને વચ્ચે અંતે છૂટાછેડા સુધી વાત પહોંચી જાય છે. ત્યારે આવી જ એક ઘટના અમદાવાદથી સામે આવી છે. જો વાત કરવામાં આવે તો અમદાવાદ (Ahmedabad) માં પતિ-પત્ની વચ્ચેના ઝઘડા (husband wife affair) નો આવો જ એક કિસ્સો સામે આવતા ફફડાટ મચી જવા પામ્યો છે. જેમાં પતિ પોતાની પત્નીને ઘર ખર્ચ માટે એક પણ રૂપિયો આપતો નથી. મહિલા પોતે કમાય છે અને ઘર ખર્ચ પૂર્ણ કરે છે.
માત્ર એટલું જ નહી પણ મોબાઇલમાં પોર્ન વીડિયો જોઈ અને પતિ પત્ની સાથે બળજબરી પૂર્વક શારીરિક સંબંધ બાંધે છે અને જો મજા ન આવે તો ઘર ખર્ચ માટે આપેલા પૈસા પાછા લઈ અને કહે છે કે, મને તારી સાથે મજા નથી આવતી.
આ કિસ્સો અહિયાં જ નથી પૂર્ણ થતો. વધુમાં વાત કરવામાં આવે તો પતિએ અન્ય સ્ત્રી સાથે અફેર કરી લેતા મહિલાએ પણ અન્ય પુરુષ સાથે અફેર કરી લીધું હતું. ત્યાર બાદમાં પત્નીએ અફેર પૂર્ણ કરી દીધું હતું. પરંતુ પતિએ અન્ય સ્ત્રી સાથે અફેર શરુ રાખ્યા હતા. આ બાબતને લઈને અવારનવાર પરિવારો વચ્ચે વાતચીત થઈ હતી. પરંતુ સાટા પદ્ધતિથી પરિવારમાં લગ્ન થયા હોવાના કારણે કોઈ નિરાકરણ આવતું ન હતું અને અંતે મહિલા હેલ્પલાઇનની મદદ લઈ અને પતિ-પત્ની વચ્ચે સમાધાન કરાવવામાં આવ્યું હતું.
મળતી માહિતી અનુસાર, અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રહેતી એક મહિલાના લગ્નને 14 વર્ષ થયાં છે અને તેઓ બંને ભાઈ-બહેનના લગ્ન સાટા પદ્ધતિમાં થયાં છે અને સંતાન ન થવાને આકારને ટેસ્ટ ટ્યુબ દ્વારા બે સંતાનો પ્રાપ્ત થયા હતા. મહિલાના પતિ ફેરા મારે છે અને ઘણું કમાઈ રહ્યા છે અને ઘરખર્ચ માટે સામાન પણ ભરાવી આપે છે. પરંતુ મહિલા કે બાળકોને કપડાં કે ખર્ચા માટે પૈસા આપતો નથી. જેથી મહિલા ઘરે જ સિલાઈ કામ કરીને આવા ખર્ચ પૂરા કરે છે. પણ જો મહિલા પોતાના માટે પતિ પાસે કપડાં કે ખર્ચ માટે પૈસા માગે તો પતી ગાળો બોલી તેમના ચારિત્ર્ય ઉપર આંગળી ઉઠાવે છે.
વધુમાં જો વાત કરવામાં આવે તો, પતિ શારીરિક સંબંધ બાંધવા માટે પતિને અતિશય હેરાન કરે છે અને પોર્ન વીડિયો જોઈને મરજી વિરૂદ્ધ અવારનવાર શારીરિક સબંધ બાંધે છે. ઘરમાં ખર્ચ માટે 1000- 2000 આપ્યા હોય તો તે શારીરિક સબંધ બાંધ્યા બાદ તારામાં મજા નથી તેમ કહીને ઘર ખર્ચના પૈસા પાછા લઈ લે છે.
આટલું જ નહી પણ પતિનો ત્રાસ એટલો વધી ગયો હતો કે, 10 વર્ષની દીકરીની હાજરીમાં પણ તેની પત્ની સામે પેન્ટ કાઢીને ઉભો રહી જાય છે. પતિ તેની પત્ની પર જ આરોપ લગાવતો હતો કે, તેણે બહાર કોઈ સાથે સંબંધ રાખ્યા છે. જેને કારણે મોબાઈલ ફોન તપાસવામાં આવતા ઘણા નંબરો મળી આવ્યા હતા. ત્યારબાદ પતિનો પણ ફોન તપાસતા ઘણા નંબરો મળી આવ્યા હતા. પતિના ત્રાસથી અતિશય કંટાળીને પત્નીએ પણ બહાર અન્ય વ્યક્તિ સાથે સંબંધ રાખ્યા હતા અને પતિએ પણ અન્ય સ્ત્રી સાથે સંબંધ રાખ્યા હતા. પરંતુ મહિલાએ બાદમાં અન્ય વ્યક્તિના સાથેના સંબંધ તોડી નાખ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, પતિ-પત્ની બન્નેના ભાઈને બોલાવતા તેઓને પણ બંનેની મદદ માટે સમજાવ્યા હતા. પરંતુ સાટામાં સગુ કર્યું હોય જેથી તેઓ કંઈ કરતા ન હતા. શાહીબાગ મહિલા હેલ્પલાઇનની ટીમ દ્વારા બંને પતિ-પત્નીને બહાર સંબંધ નહીં રાખવા સમજાવવામાં આવ્યા હતા.
હેલ્પલાઇનની ટીમની સમજાવટ પછી ભાઈએ બનેવીની જવાબદારી લેતા અને હવે મહિલા સાથે જબરજસ્તી થાય તો કાનૂની કાર્યવાહી કરતા નહીં રોકે એવું જણાવવામાં આવ્યું હતું. મહિલાના પતિને કાયદાની માહિતી દ્વારા ભાન કરાવતા તેણે પણ માફી માગી લીધી હતી અને મહિલાએ એકવાર પતિને માફ કર્યો હતો. આમ પતિ-પત્ની વચ્ચે અભયમ ટીમ દ્વારા સમાધાન કરાવવામાં આવતા મહિલાએ ટીમનો આભાર માન્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.