ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડની વચ્ચે ઐતિહાસિક એશિઝની શરૂઆત ઑગષ્ટથી થશે. આ સાથે જ આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ટેસ્ટ વર્લ્ડ કપ)ની શરૂઆત પણ થઈ જશે. એશિઝની પહેલી ટેસ્ટ એજબેસ્ટનમાં રમાશે. આઈસીસીએ આ પગલું ટેસ્ટ ક્રિકેટને વધારે રોમાંચક અને પ્રતિસ્પર્ધાત્મક બનાવવા માટે ભર્યું છે. આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપનું પહેલું શીડ્યૂલ જૂન 2021 સુધી ચાલશે, જ્યારે આની ફાઇનલ જૂન 2021માં લૉર્ડ્સનાં ઐતિહાસિક મેદાન પર રમાશે. આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપનાં બીજા એડિશનની શરૂઆત એપ્રિલ 2023 સુધી ચાલશે.
શું છે આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ?
ટેસ્ટ ક્રિકેટને જીવતી રાખવા માટે આઈસીસીએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની જાહેરાત કરી હતી. આઈસીસીને આ ચેમ્પિયનશિપનો વિચાર 2009માં આવ્યો હતો. 2010માં આને માન્યતા આપવામાં આવી. આઈસીસી ઇચ્છતું હતુ કે આની શરૂઆત 2013માં થાય, પરંતુ કેટલાક કારણોનાં લીધે આવું થઈ શક્યું નહીં અને હવે તેની શરૂઆત એક ઑગષ્ટથી ઇંગ્લેન્ડ વિરુદ્ધ ઑસ્ટ્રેલિયાની વચ્ચેથી એશિઝ સીરીઝથી થશે.
કેટલી ટીમો ભાગ લેશે?
આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપ રેન્કિંગમાં ટૉપ-10 ટીમો છે તેમની વચ્ચે 2 વર્ષ સુધી આ રમાશે. આ દરમિયાન દરેક ટીમો 6 ટેસ્ટ સીરીઝ રમશે. આમાં 3 સીરીઝ તે ઘરમાં અને 3 વિદેશમાં રમશે. જો કે આ ચેમ્પિયનશિપ રાઉન્ડ-રૉબિનનાં આધારે નહીં થાય, જેમાં દરેક ટીમોને એક-બીજા સામે રમવું જરૂરી છે. અંતમાં જે બે ટીમોનાં સૌથી વધારે પૉઇન્ટ હશે તેમની વચ્ચે ઇંગ્લેન્ડમાં જૂન 2021માં ફાઇનલ રમાશે.
આ રીતે મળશે પૉઇન્ટ્સ
દરેક સીરીઝનાં કુલ 120 પૉઇન્ટ્સ હશે, જે દરેક મેચનાં આધારે નક્કી કરવામાં આવશે. એક-બે ટેસ્ટની સીરીઝમાં વધારેમાં વધારે 60 અંક આપવામાં આવશે, જ્યારે 5 મેચોની સીરીઝમાં દરેક મેચમાંથી મહત્તમ 24 અંક મેળવવામાં આવી શકે છે. ટાઈ થવા પર અડધા-અડધા અંક મળશે અને ડ્રો થવા પર એક તૃતીયાંશ અંક મળશે.
ટેસ્ટ | જીત | ટાઈ | ડ્રો | હાર |
2 ટેસ્ટ | 60 | 30 | 20 | 0 |
3 ટેસ્ટ | 40 | 20 | 13 | 0 |
4 ટેસ્ટ | 30 | 15 | 10 | 0 |
5 ટેસ્ટ | 24 | 12 | 8 | 0 |
ભારત કોના કોના સામે રમશે
આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં પહેલા નંબરની ટીમ ભારત કુલ 18 મેચ રમશે. ભારત ઘરઆંગણે દક્ષિણ આફ્રિકા, ઇંગ્લેન્ડ અને બાંગ્લાદેશ સામે 10 ટેસ્ટ મેચો અને વિદેશમાં વેસ્ટઈન્ડીઝ, ન્યૂઝીલેન્ડ અને ઑસ્ટ્રેલિયા સામે 8 મેચો રમશે. જ્યારે પાકિસ્તાન અને શ્રીલંકા સામે ભારતની કોઈપણ ટેસ્ટ મેચ આ દરમિયાન નહીં રમાય.