BRTS એ આટલા લોકોને મોતને ઘાટ ઉતાર્યા બાદ હવે જાગ્યું કોર્પોરેશન, લગાવ્યા આટલા દંડ

આખરે BRTS અકસ્માતને અટકાવવા માટે પોલીસ અને કોર્પોરેશન જાગી ગયું છે. અને BRTS અકસ્માતને અટકાવવા માટે કડકમાં કડક નિયમો બનાવવામાં આવ્યા છે. જેમાં જો BRTSની…

આખરે BRTS અકસ્માતને અટકાવવા માટે પોલીસ અને કોર્પોરેશન જાગી ગયું છે. અને BRTS અકસ્માતને અટકાવવા માટે કડકમાં કડક નિયમો બનાવવામાં આવ્યા છે. જેમાં જો BRTSની ઓવર સ્પીડ હશે તો 1 લાખનો દંડ ફટકારવામાં આવશે. સાથે-સાથે 50 કિમિ ઉપરની સ્પીડ હશે તો દંડ ફટકારવામાં આવશે. સાથે-સાથે ડ્રાયવરને પણ વધુ તાલીમ આપવામાં આવશે.

સાથે ડ્રાયવર સીટ બેલ્ટ પહેરે છે કે નઈ, મોબાઈલ વાપરે છે કે નઈ વગેરે વસ્તુ ચેક કરવામાં આવશે. જો ડ્રાયવર મોબાઈલ વાપરતો ઝડપાશે તો ડ્રાયવરને તો દંડ થશે જ પરંતુ કોન્ટ્રાક્ટરને પણ દશ ગણો દંડ ફટકારવામાં આવશે. આવા વિવિધ દંડો કોર્પોરેશન દ્વારા લગાવામાં આવ્યું છે. અને સાથે-સાથે કોર્પોરેશનનું માનવું છે કે હવે કોઈ BRTS અકસ્માત નહિ થાય.

અમદાવાદમાં બુલેટ ટ્રેનની ઝડપે દોડતી BRTS બસો પર બ્રેક લગાવવા માટે માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં જો ડ્રાઈવર મોબાઈલ વાપરશે તો તેને દંડ કરવાનો નિર્ણય કરાયો છે. જો જે કોન્ટ્રાક્ટરનો ડ્રાઈવર હશે તેને 10 ગણો દંડ થશે તેવો નિર્ણય લેવાયો છે. બસોમાં સ્પિડ ઓવેરનેટ ફિટ કરાયેલા છે. છતાં જો વાહન 50 કિલોમીટરથી ઓવરસ્પીડ હશે તો એક લાખનો દંડ કરાશે.

હવે તો BRTS ના ડ્રાઈવરને બસમાં મોબાઈલ લઈ જવાની મંજૂરી અપાઈ નથી. BRTS બસો અકસ્માત સર્જતી હોય છે ત્યારે ડ્રાઈવરને તાલીમ આપવાને લઈને નિર્ણય કરવામાં આવ્યો છે. BRTS ટ્રેકમાં વાહનો આવતા અટકાવવા માટે પણ પગલા લેવાનું નક્કી કરાયુ છે. સામાન્ય અકસ્માત થશે તો ડિટેઈલ એનાલિસીસ મારવામાં આવશે તે પણ નક્કી થયુ છે. બસ ચલાવતા ડ્રાઈવરે સીટ બેલ્ટ પહેરે છે, મોબાઈલ વાપરે છે કે કેમ તે વગેરે વસ્તુનું પણ ચેકિંગ હાથ ધરવામાં આવશે. આમ આખરે BRTS અકસ્માતને નિવારવા માટે પોલીસ અને કોર્પોરેશન સજ્જ બન્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *