કોરોનાવાયરસના કારણે અત્યારે તમામ લોકો પોતાના ઘરમાં બંધ છે. આ દરમિયાન આપણા ખાવા-પીવાનો, સુવાનો અને જાગવાનો કોઈ રૂટીન નથી બદલાતું. આ દરમિયાન ઘણા લોકોને ઉંઘ ન આવવાની સમસ્યા પણ હેરાન કરી રહી હોય છે. પરંતુ સૌથી જરૂરી છે કે અનિદ્રાની સમસ્યાને સમય રહેતા દૂર કરી લો. આમ છતાં તમે ઉંઘની ગોળીઓ ખાઈ ને સુવો છો તો સાવધાન કારણ કે તેના ઘણા સાઇડ ઇફેક્ટ પણ હોય છે. એવા માટે અમે અહીંયા એવા વિકલ્પો શોધી કાઢ્યા છે જેનાથી તમારી ઊંઘ પણ સારી રીતે પૂર્ણ થઇ જશે અને કોઈ નુકસાન પણ નહીં થાય.
જો તમારી ઊંઘ પૂરી નથી થઈ રહી તો તમને બીજી ઘણી પણ સમસ્યા હોઈ શકે છે જેમાં થાક, દિવસે ઊંઘ આવવી, બેચેની, અચાનક વજન વધવું કે ઘટવું, યાદશક્તિ નબળી પડવી, ઓછી ઊર્જા અનુભવી, સાથે જ ડિપ્રેશનના શિકાર હોઈ શકો છો. ડિપ્રેશનથી લાખો લોકો ચિંતિત છે.
જો તમને પૂરી ઊંઘ લેવી હોય તો આ આસાન રીત અપનાવી ઊંઘની સમસ્યા સાથે છુટકારો મેળવી શકો છો. તમે દિવસનું રૂટિન બનાવી તેનું પાલન કરો.
સાથે દારૂથી દૂર રહો.જે લોકો ખૂબ વધારે માત્રામાં દારૂ પીવે છે તેમને અનિદ્રાની સમસ્યા રહે છે.આવા લોકો હોય સુઈ તો જાય છે પરંતુ વચ્ચે જ ઊંઘ તૂટી જાય છે. સાથે તમે પણ તૂટી જાવ છો.
રાત્રે સૂતી વખતે મોબાઈલનો ઉપયોગ બંધ કરી દો. અને તમારી આંખને મોબાઈલની લાઈટ થી બચાવો. સૂતી વખતે સારા પુસ્તકો વાંચવા અથવા લખવાની આદત પાડો. જેનાથી ઉંઘની અછત ક્યારેય અનુભવાશે નહીં. મગજ પણ હળવું અનુભવ કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news