ગુજરાત(Gujarat): રાજ્યમાં 2022 વિધાનસભા ચૂંટણી(Assembly elections) પહેલા પાટીદાર અગ્રણી નરેશ પટેલ(Naresh Patel)ના રાજકારણમાં જોડાણને લઈને ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે નરેશ પટેલનુ રાજકીય પાર્ટીમાં જોડાવા મુદ્દે હવે પૂર્વ સીએમ વિજય રૂપાણી(Vijay Rupani)એ નિવેદન આપતા કહ્યું છે કે, આ અંગે નરેશ પટેલને જ પુછવુ પડશે કારણ કે રાજકારણમાં જોડાવવું તે તેમનો અંગત નિર્ણય હશે. મારા વખાણ કરે છે એનો કોઇ મતલબ નથી, હુ માનુ છું નરેશભાઇ PM મોદી અને અમિત શાહ(Amit Shah) નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી સાથે રહેશે.
હોળી પછી રાજકીય પ્રવેશ અંગે ખબર પડશે: નરેશ પટેલ
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકીય પાર્ટીમાં જોડાવવા મુદ્દે નરેશ પટેલે મોટું નિવેદન આપતાં જણાવ્યું હતું કે, આ બધા વચ્ચે નરેશ પટેલે મોટુ નિવેદન આપ્યું છે કે મેં હજુ સુધી કોઈ પાર્ટીમાં જોડાવાનો નિર્ણય કર્યો નથી. હું સમાજને પૂછીને આ નિર્ણય લઈશ અને ભાજપના લોકો આવશે તો વિચારીશું. રાજકારણમાં પ્રવેશ કરવો તે એક મોટો નિર્ણય કહી શકાય. હું મારા સમાજના તમામ આગેવાનો સાથે સંપર્કમાં છું. તેમજ હોળીના તહેવાર બાદ એટલે કે, 20 થી 30 માર્ચ દરમિયાન તેઓના રાજકીય પ્રવેશ અંગે ખબર પડી શકે છે.
આ પહેલા નરેશ પટેલે જુઓ શું કહ્યું હતું:
પાટીદાર નેતા નરેશ પટેલને વિવિધ પક્ષો દ્વારા આમંત્રણ આપવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ બાદ હવે આમ આદમી પાર્ટીએ પણ નરેશ પટેલને પાર્ટીમાં જોડાવાનું આમંત્રણ આપ્યું હતું. આ બધા વચ્ચે નરેશ પટેલે મોટુ નિવેદન આપ્યું છે કે મેં હજુ સુધી કોઈ પાર્ટીમાં જોડાવાનો નિર્ણય કર્યો નથી. હું સમાજને પૂછીને આ નિર્ણય લઈશ. તેમણે વધુમાં કહ્યું કે ભાજપ)ના લોકો આવશે તો જોઈશું. એવું કહેવામાં આવી રહ્યું છે કે, નરેશ પટેલના કોંગ્રેસમાં જોડાવાની પૂર્વભૂમિકા લગભગ તૈયાર જણાઈ રહી છે, તેથી હોળી પછી કંઈક નવું અને જૂનું બહાર આવવાના સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે. દરમિયાન નરેશ પટેલે આજે કહ્યું હતું કે તેઓ ભાજપના લોકો આવશે તો જોઈશું તેવું કહેતા ગુજરાતનું રાજકારણમાં પુનઃ ગરમાવો આવી ગયો છે.
ભાજપના પાટીદાર કાર્ડને નબળું કરવા માટે કોંગ્રેસ ખોડલધામ નરેશને ડે.સીએમ કે સીએમના ચહેરા તરીકે જાહેર કરે તો પણ કોઈ શંકાને સ્થાન નહિ. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ નરેશ પટેલે મીડિયા સમક્ષ મોટું નિવેદન આપતા જણાવ્યું હતું કે, રાજકારણ અંગે સમાજ મને આદેશ કરશે મારો સમાજ મને કેશે, હું સમાજને પૂછીને નિર્ણય કરીશ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.