શહેરમાં હત્યાનો સિલસિલો: 100 કલાકમાં, 8 હત્યા..! સુરત બન્યું ક્રાઇમ કેપિટલ, પોલીસ સવાલના ઘેરામાં- જાણો સમગ્ર ઘટનાઓ

Surat Crime: પોલીસ કમિશનર વિનાના સુરત શહેરમાં ગુનાખોરી બેફામ બની છે. 24 કલાક વીતે નહીં ત્યાં હત્યાના બનાવો બની રહ્યાં છે. ચાલુ અઠવાડિયે પાંચમા મર્ડરની ઘટના સામે આવી છે.શહેરમાં પ્રેમ પ્રકરણમાં 24 કલાકની અંદર જ 2 હત્યા અને શહેરમાં એક જ રાત્રિમાં જુદા-જુદા સ્થાનો પર બે લોકોની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. તો બીજી તરફ શહેરના વરાછા અને લિંબાયત વિસ્તારમાં એક યુવકની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી. યુવકને નૂરાની મસ્જિદ પાસે જે બે ભાઈઓએ તેમની બહેન સાથે પ્રેમ સંબંધ રાખવા બાબતે યુવકને મોતને ઘાટ ઉતાર્યો. ત્યારે સુરતમાં(Surat Crime) છેલ્લા ત્રણ દિવસમાં 8 લોકોની હત્યા થતા ચકચાર મચી જવા પામી છે,તેમજ પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠવા પામ્યા છે.

સુરત શહેરમાં દારૂ, જુગાર, ચોરી, લૂંટફાંટની સાથો સાથ હત્યાના કિસ્સા પણ ચિંતાજનક હદે વધ્યો છે. અસામાજિક તત્વો જાહેરમાં મર્ડર કરતા ગભરાતા નથી. થોડા દિવસ પહેલાં લિંબાયત, વરાછા અને રિંગરોડ સબજેલની સામે જાહેરમાં હત્યાના બનાવ બન્યા છે ત્યાં હવે સિંગણપોર કોઝવેના કિનારેથી એક લાશ મળી આવી હતી.

મહિધરપુરામાં હત્યાનો બનાવ
આ સિવાય ગઈકાલે સુરતમાં મહિધરપુરા પોલીસ સ્ટેશનની હદમાં હત્યાનો બનાવ સામે આવ્યો હતો. જેમાં લગભગ રાત્રિના 2:30 કલાકે સુમુલ ડેરી રોડ પર રેલવે પાર્સલ આફિસ પાસે શેરૂ યાદવ નામના રિક્ષાચાલક યુવકના માથાના ભાગે ફટકા મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. આ ઘટના અંગેની જાણ થતાં મહિધરપુરા પોલીસ સહિત ઉચ્ચ પોલીસઅધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયાં હતા. પ્રથમ મૃતદેહને કબજે લઈ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટે અર્થે ખસેડવામાં આવ્યો હતો. જે બાદ પોલીસે યુવકની હત્યા કોણે? ક્યા કારણોસર કરવામાં આવી છે, તેની તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસને સફળતા મળી હતી.જેમાં સામે આવ્યું છે કે,રાતના સમયે રિક્ષાચાલક શેરૂ યાદવની થયેલી હત્યાનો ભેદ ઉકેલી કાઢવામાં પોલીસને સફળતા મળી છે. આ યુવકની હત્યા તેની જ પત્ની અને તેના પ્રેમીએ મળીને કરી હોવાનું સામે આવ્યું છે. શેરૂ યાદવ ભરથાણા વિસ્તારમાં રહેતો હતો. મૃતક શરૂની પત્ની મમતાનો રામુ નામના યુવક સાથે અનૈતિક સંબંધ હતો. છેલ્લા છ મહિનાથી આ બંને વચ્ચે અફેર હોવાનું જાણવા મળ્યું છે. આ બંનેના અફેર અંગે મૃતક શેરૂને જાણ થઈ ગઈ હતી, જેથી રામુ અને મમતાએ શેરૂને મોતને ઘાટ ઉતારવાનો પ્લાન બનાવ્યો હતો.

લીંબાયતમાં હત્યાનો બનાવ
આ અગાઉ લિંબાયતમાં આઝાદ ચોકમાં રહેતા શહેબાઝ અસ્લખાન કાજી તેના મિત્ર સાથે નૂરાની મસ્જિદ પાસે બેઠા હતા. ત્યારે અચાનક બે શખ્સ આવીને તેમના પર હુમલો કર્યો. સમીર મર્દાનગી અને આમિન કાલુ નામના બે શખ્સે તેમની બહેન સાથે કેમ પ્રેમ સંબંધ રાખે છે તેમ કહી યુવક શહેબાઝ અસ્લખાનને પેટ અને હાથના ભાગે ચપ્પુના ઘા ઝીંક્યા. દરમ્યાન તેનો મિત્ર વચ્ચે પડતા તેને પણ માર માર્યો. શહેબાઝ અને તેનો મિત્ર ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને જ્યારે સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા ત્યારે ડોક્ટરે શહેબાઝને મૃત જાહેર કર્યો. અને તેના મિત્ર નૂરાની હજી સારવાર હેઠળ છે. આ ઘટનામાં સમીર મર્દાનગી અને આમિન કાલુ સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે.

પ્રેમ પ્રકરણમાં કરવામાં આવી હત્યા
તો બીજી તરફ શહેરમાં વરાછા વિસ્તારમાં પણ ગતરોજ પ્રેમ પ્રકરણના કારણે એક યુવકની હત્યા કરવામાં આવી હતી. આ યુવક વરાછાના ગીતાનગરનો રહેવાસી છે. હત્યા કરવામાં આવેલ 24 વર્ષીય મેહુલ સોલંકી નામનો યુવક એક રત્ન કલાકારની નોકરી કરતો હતો. રત્ન કલાકાર મેહુલને તેની સોસાયટીમાં રહેતી એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. યુવતીના પ્રેમ સંબંધની પરિવારજનોને જાણ થતા તેઓ મકાન બદલી અન્ય સ્થાન પર રહેવા ગયા. છતાં યુવતી અને રત્ન કલાકાર યુવક એકબીજાના સંપર્કમાં હતા. યુવતી બહેનપણીના ઘરે યુવકને મળવા બોલાવતી. યુવતીના પરિવારને આ બાબતની જાણ થતા જ્યારે આ યુવતીએ મેહુલને મળવા પંહોચી ત્યારે તેના કાકા અને ભાઈઓએ યુવકને માર માર્યો અને વધુ પડતી ઇજાના કારણે યુવકનો મોત નિપજ્યું.

સુરત શહેરમાં છેલ્લા બે મહિનાથી પોલીસ કમિશનરનું પદ ખાલી છે. ત્યારે છેલ્લા 3 દિવસમાં 8 લોકોની હત્યાની ઘટનાઓ સામે આવી છે. વરાછા, લિંબાયત, ખટોદરા, મહિધરપુરા અને સરથાણામાં મર્ડરની ઘટનાઓ સામે આવી છે. વધતા ક્રાઈમના પગલે શહેર પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊઠી રહ્યા છે.સુરત ક્રાઇમસિટી બનતા લોકોમાં પણ ચિંતા વ્યાપી જવા પામી છે.