હાલમાં જયારે ચોમાસાની સારી એવી શરૂઆત થઈ ચુકી છે ત્યારે લોકો ડૂબી જવાની ઘટનાઓ સામે આવતી રહેશે ત્યારે આવી જ એક ઘટનાને લઈ સમાચાર સામે આવ્યા છે. સુરત જિલ્લાના મહુવા તાલુકામાં આવેલ કુમકોતર ગામની સીમમાં જોરાવરપીરની દરગાહ નજીક આવેલ અંબિકા નદીમાં સુરતના એક જ પરિવારની 4 મહિલા સહિત 5 સભ્યો ડૂબી ગયા હતા. ઘટના પછી સ્થાનિકોએ 2 મહિલાનાં મૃતદેહ બહાર કાઢયા છે. જ્યારે પાણીમાં ગુમ થયેલા ત્રણ લોકોની તપાસ ચાલી રહી છે.
જોરાવરપીરની દરગાહ પર દર્શન કરીને નદીમાં નહાવા ગયા હતા:
સુરત શહેરમાં આવેલ લિંબાયત વિસ્તારમાં રહેતા જાવીદશા સલીમશા ફકીર (ઉ.વ.36) પત્ની, માતા તેમજ નાનાભાઈ સહિત પરિવારના 6 સભ્યો મહુવામાં આવેલ કુમકોતર ગામની સીમમાં જોરાવરપીરની દરગાહ પર દર્શન કરવા માટે ગયા હતા. દર્શન કર્યા પછી પરિવારના 5 સભ્યો અંબિકા નદીમાં નહાવા માટે ગયા ત્યારે ડૂબી જતા સ્થાનિકોની મદદ લઈ પાંચેયની તપાસ હાથ ધરી હતી.
બેની લાશ મળી ત્રણની શોધખોળ ચાલુ:
સ્થાનિક તરવૈયાઓ દ્વારા શોધખોળ કરતા હાલમાં 2 મહિલાઓની લાશ મળી આવી છે. જ્યારે અન્ય ત્રણ લોકોની શોધખોળ ચાલી રહી છે. એક પરિવારના 2 ભાઈઓ માતા તથા પત્નીઓ દર્શન કર્યા પછી ડૂબતા પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો છે.
મૃતકના નામ:
રૂક્ષામાલી સલીમશા ફકીર (માતા)
પરવીનશા જાવીદશા ફકીર (પત્ની)
ગુમ થયેલાના નામ:
આરીકુશા સલીમશા ફકીર (નાનો ભાઈ)
સમીમબી આરીકુશા ફકીર (નાના ભાઈની પત્ની)
રૂક્ષારબી જાકુરશા ફકીર
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.