અંકલેશ્વરમાં પરિણીતાને બે પ્રેમીઓ સાથે પ્રેમ-સંબંધ ભારે પડ્યો- પ્રેમિકાની અને તેના જૂના પ્રેમીની ચપ્પુના ઘા મારી કરી હત્યા

Published on Trishul News at 12:37 PM, Sun, 25 February 2024

Last modified on February 25th, 2024 at 12:37 PM

Ankleshwar News: અંકલેશ્વરમાં ડબલ મર્ડરની ઘટના સામે આવી રહી છે. સારંગપુરના યોગેશ્વર નગરમાં યુવક અને યુવતીની હત્યા કરવામાં આવી હતી. પ્રેમ પ્રકરણમાં પ્રેમીએ પ્રેમિકા અને યુવાનની હત્યા કરી હતી. ધરદાર હથિયારના ઘા મારી હત્યા કરી હતી. પ્રેમિકાને અન્ય યુવાન સાથે જોઈ જતા હત્યા કરવામાં આવી હતી. ત્યારે આ મામલે જીઆઇડીસી પોલીસે તપાસ (Ankleshwar News) શરૂ કરી છે.

એક પરિણીત યુવતીને 2 પ્રેમીઓ સાથે સંબંધ રાખવો ભારે પડ્યો
પરિણીતાને બે પ્રેમીઓ સાથે સંબંધ રાખવો ભારે પડ્યો હતો. પ્રેમિકા અને તેના પ્રેમીને અન્ય પ્રેમીએ મોતને ઘાટ ઉતારી પોતે પોલીસ સમક્ષ હાજર થઈ હત્યા કર્યાંની કબૂલાત કરી હતી. અંકલેશ્વરના સારંગપુરમાં ખૂની ખેલ ખેલાયો છે. એક પરિણીત યુવતીને 2 પ્રેમીઓ સાથે સંબંધ રાખવો ભારે પડ્યો છે. મીડિયા અહેવાલ અનુસાર, ઝઘડિયાના રાણીપુરાના રહેવાસી હિતેશ વસાવા અને રાણીપુરાના રોહન વસાવાના અંકલેશ્વરમાં રહેતી એક પરિણીતા સાથે પ્રેમસંબંધ હતો. મળતી માહિતી અનુસાર, પરિણીત યુવતી બે સંતાનની માતા હતી. પરિણીત યુવતીએ બે યુવકો સાથે પ્રેમસંબંધ બાંધ્યો હતો. ત્યારે આ મામલે જ્યારે રોહન વસાવાને જાણ થઈ તો તે ખૂબ જ ગુસ્સે ભરાયો હતો.

પોલીસને પોતે પ્રેમિકા અને તેણીના જૂના પ્રેમીની હત્યા કરી હોવાની કબુલાત કરી
અંકલેશ્વરના સારંગપુર ગામમાં ડબલ મર્ડરની સવારની ચોંકાવનારી ઘટનાનો ઘટસ્ફોટ મોડી સાંજે ત્યારે થયો જયારે હત્યારા પ્રેમીએ જાતે જ પોલીસ મથકે હાજર થઇ પોલીસને પોતે પ્રેમિકા અને તેણીના જૂના પ્રેમીની હત્યા કરી હોવાની કબુલાત કરી હતી. હત્યારા યુવકે વહેલી સવારે ઠંડા કલેજે પોતાની પ્રેમિકા અને તેણીના જૂના પ્રેમીની હત્યા કર્યા બાદ દિવસ દરમિયાન અસમંજસની મનોસ્થિતિમાં અહીં તહીં ભટકી એક તબક્કે આપઘાત કરવાનો નિર્ણય લીધો હતો જોકે બાદમાં તે અંકલેશ્વર સીટી પોલીસ મથકે હાજર થયો હતો.

આ ઘટના અંગે હજુ પોલીસે કોઈ ફોડ પાડયો નહોતો
જો કે પાછળથી આ ગુનો અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકની હદમાં બન્યો હોય તેને જીઆઈડીસી પોલીસ મથકને સોંપી દેવાયો હતો ત્યારબાદ જીઆઈડીસી પોલીસે તપાસનો ધમધમાટ શરૃ કર્યો હતો. સનસનાટીભરી હત્યાની આ ઘટના અંગે હજુ પોલીસે કોઈ ફોડ પાડયો નહોતો પરંતુ મળતી માહિતી પ્રમાણે અંકલેશ્વર તાલુકાના આંબોલી ગામની મુળ રહીશ પરિણીત યુવતી પોતાના પતિથી અલગ સારંગપુર ગામના યોગેશ્વર નગરમાં હત્યારા રોહન વસાવા સાથે લિવઈન રિલેશનમાં રહેતી હતી.

તેને બે નાના બાળકો પણ હતા. તેના રોહન ઉપરાંત રોહનના જ મિત્ર રિતેશ વસાવા સાથે પણ સંબંધો હતા.ગત રાત્રે રિતેશ રાત્રીના સમયે તેણીના ઘરમાં જ રોકાયો હતો. રાત્રે હત્યારો રોહન તેના ઘરે આવ્યો પણ તેણે દરવાજો ખોલ્યો નહોતો. આથી તે ઘરની બહાર બેસી રહ્યો હતો. વહેલી પરોઢે દરવાજો ખોલ્યો કે તરત રોહન ઘરમાં ઘુસી ગયો અને પ્રેમિકા અને પોતાના મિત્ર રિતેશની ચપ્પાના ઘા ઝીંકી હત્યા કરી દરવાજો બંધ કરી ભાગી ગયો હતો.

મળતી માહિતી અનુસાર, અંકલેશ્વરના સારંગપુર ગામના યોગેશ્વરનગરમાં પરિણીતા તેના પ્રેમી હિતેશ વસાવા સાથે હોવાની માહિતી મળતા રોહન ત્યાં પહોંચ્યો હતો. વહેલી સવારે જ રોહને ઘરનો દરવાજો ખખડાવ્યો હતો પરંતુ દરવાજો ખુલ્યો નહોતો. લાંબા સમય સુધી રાહ જોયા બાદ રોહન એકાએક ઘરમાં ઘૂસ્યો હતો અને પ્રેમિકાને અન્ય યુવક સાથે જોઈ ખૂબ જ ગુસ્સે ભરાયો હતો. રોહને પ્રેમિકા અને તેના પ્રેમી હિતેશની હત્યા કરી હતી અને પોતે પોતાના ગામ તરફ ફરાર થયો હતો. જો કે, અફસોસ થતા રોહન પોલીસ મથકે હાજર થયો હતો અને હત્યાની કબૂલાત કરી હતી.

[web_stories title=”true” class=”VK-desktop” excerpt=”false” author=”false” date=”false” archive_link=”true” archive_link_label=”View all stories” circle_size=”150″ sharp_corners=”false” image_alignment=”center” number_of_columns=”3″ number_of_stories=”3″ order=”DESC” orderby=”post_date” view=”carousel” /]