રાજ્યમાં કાતિલ ઠંડીથી મળશે રાહત, જાણો ક્યાં કેટલું રહેશે તાપમાન અને હવામાન વિભાગની નવી આગાહી

Weather forecast in Gujarat: ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી દિવસોમાં કેવા પલટા આવી શકે છે તે અંગેની સંભાવનાઓ વ્યક્ત કરી છે. બન્ને હવામાન નિષ્ણાતો (Weather forecast in Gujarat) દ્વારા આગામી દિવસોમાં રાજ્યમાં તાપમાન, પવન અને ઠંડીનો માહોલ કેવો રહી શકે છે તેની સાથે માવઠાની સંભાવનાઓ અંગે આગાહી કરી છે. આ સાથે ગરમીનું જોર વધવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ જણાવે છે કે, 26મી તારીખથી રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં 4 ડિગ્રીનો વધારો થઈ શકે છે. આ સાથે ઠંડી જાણે ગાયબ થઈ ગઈ હોય તેવો અહેસાસ થશે. રાજ્યમાં વાદળો આવવાથી ગરમીનું પ્રમાણ વધવાની શક્યતાઓ અંબાલાલ વ્યક્ત કરી રહ્યા છે. તારીખ 28મી ફેબ્રુઆરીથી રાજ્યમાં વાદળો આવશે અને ગરમીનું પ્રમાણ વધશે. પરેશ ગોસ્વામીએ પણ ગુજરાતમાં આવનારા પલટાની શક્યતાઓ વ્યક્ત કરી છે.

ગુજરાતના હવામાનમાં પલટો આવવાની સંભાવના
અંબાલાલ પટેલે દેશના હવામાનમાં પણ પલટો આવવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. રાજ્યના ઉત્તર તથા ઉત્તર-પૂર્વના ભાગોમાં જાણે ચોમાસું જામ્યું હોય તેવો વરસાદ થવાની સંભાવનાઓ અંબાલાલ વ્યક્ત કરી રહ્યા છે. અંબાલાલે દેશની સાથે ગુજરાતના હવામાનમાં પલટો આવવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. પશ્ચિમી વિક્ષોભ (વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ)ના કારણે માર્ચની શરુઆતમાં ગુજરાતમાં વરસાદ થવાની શક્યતાઓ અંબાલાલ પટેલ વ્યક્ત કરી રહ્યા છે. આ સાથે માર્ચમાં ગરમીનું જોર વધવાની આગાહી પણ તેમના દ્વારા કરવામાં આવી છે.

આગામી 7 દિવસ હવામાન સૂકું રહેવાની શક્યતાઓ
15મી માર્ચ સુધીમાં રાજ્યમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી પહોંચી શકે છે. જોકે, આ દરમિયાન તાપમાનમાં વધઘટ થતી રહેશે જેમાં મહત્તમ તાપમાન 34-36 અને 38 ડિગ્રી સુધી ઉપર-નીચે થઈ શકે છે. દેશમાં માર્ચ મહિનામાં ઘણાં ભાગોમાં ચોમાસા જેવો માહોલ થવાની શક્યતાઓ પણ તેઓ વ્યક્ત કરી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા 24મી ફેબ્રુઆરીની બપોરે કરાયેલા આગાહીમાં આગાહીમાં આગામી 7 દિવસ હવામાન સૂકું રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે લઘુત્તમ તાપમાનમાં આવતીકાલથી 2-3 ડિગ્રીનો વધારો થવાની પણ આગાહી કરવામાં આવી છે.

15-20 કિલોમીટર પ્રતિ કાલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે
આ તરફ પરેશ ગોસ્વામી દ્વારા પણ રાજ્યમાં પવન, તાપમાન અને માવઠા અંગે મહત્વની આગાહી કરી છે. તેઓ જણાવે છે કે, હવાની ગતિ અંગે વાત કરીને પરેશ ગોસ્વામી જણાવે છે કે, સામાન્ય રીતે પવનની ગતિ ફેબ્રુઆરીના અંતિમ સમયમાં 14થી 16 કિલોમીટર પ્રતિ કલાકની હોવી જોઈએ છે પરંતુ હાલ 15-20 કિલોમીટર પ્રતિ કાલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. આ સાથે ગસ્ટિંગ (પવનના ઝાટકા) 18-25 કિલોમીટર પ્રતિ કલાકનું છે. હમણાં પવનની આ ગતિ જોવા મળશે તેમાં હાલ ઘટાડો જોવા મળે તેવી સંભાવનાઓ નથી.

નલિયામાં ગત રાત્રિના 10 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 4 ડિગ્રીનો ઘટાડો થયો હતો. આગામી 5 દિવસ નલિયામાં 9થી 12 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન રહેવાની આગાહી છે. અમદાવાદમાં 12.1 ડિગ્રી સાથે ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. છેલ્લા 3 દિવસમાં જ અમદાવાદનું લઘુતમ તાપમાન 9 ડિગ્રી જેટલું ઘટી ગયું છે. જોકે, આવતીકાલથી અમદાવાદમાં ઠંડીનું પ્રમાણ ઘટવા લાગે તેવી સંભાવના છે.

આજે દિવસ દરમિયાન અમદાવાદનું સરેરાશ મહત્તમ તાપમાન 30.5 ડિગ્રી નોંધાયું હતું. આગામી 3 દિવસ મહત્તમ તાપમાન 32 ડિગ્રીની આસપાસ રહેવાની આગાહી છે. ગત રાત્રિએ અન્યત્ર જ્યાં 15 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું તેમાં ગાંધીનગર, રાજકોટ, ડીસા, વડોદરાનો પણ સમાવેશ થાય છે.