સુરત(Surat): શહેરના ચલથાણ(Chalthan)માં મિત્રને ત્યાં આવેલા યુવકનું ગળું કપાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસે હત્યા(Murder)નો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. મૃતક અનુજસિંગ બે દિવસ અગાઉ સચિન(Sachin)થી ચલઠાણ મિત્રને ત્યાં રહેવા ગયો હતો અને ત્યાંથી અનુજસિંગ પોતાના વતન બિહાર(Bihar) જવાનો હતો.
સચિન ખાતે પોતાના સાળા સાથે રહેતો યુવાન પોતામાં ગામ બિહાર પરત ફરવાનો હતો બે દિવસ અગાઉ તે ચલથાણ ખાતે રહેતા તેઓના ગામના મિત્રના ઘરે રોકાયો હતો. શનિવારના સાંજે એકાએક આ યુવાનની લાશ ઘરમાંથી મળી આવી હતી યુવાનના ગળું કપાયેલું હતું અને અખો રૂમ લોહીલુહાણ હતું. પોલીસને ચપ્પુ પણ યુવાનના મૃતદેહની બાજુમાંથી મળી આવ્યું હતું. પોલિસે પ્રાથમિક તબક્કે આકસ્મિક મોતનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પલસાણા આવેલા ચલથાણ ગામના વિજય નગરમાં K/6 નંબરની રૂમમાં રહેતા ગુડ્ડને ત્યા બે દિવસ પહેલા સચિનથી મિત્ર અનુજસિંગ મહેન્દ્રસિંગ રહેવા આવ્યો હતો. જે શનિવારે મોડી રાત્રીએ લોહી લુહાણ હાલતમાં શંકા સ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જેની જાણ બાજુમાં રહેતા યુવાનના મિત્રોએ પોલીસને કરી હતી. ઘટના સ્થળે પહોંચીને કડોદરા પોલીસને મૃતહેનની બાજુ માંથી ધારદાર ચપ્પુ મળી આવ્યું હતું. જેથી કોઈ ઈસમ દ્વારા તીક્ષ્ણ હત્યા કરી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા પરંતુ પોલીસની લાંબી પૂછપરછ બાદ પ્રાથમિક દ્રષ્ટિએ આત્મહત્યા કરી હોય તેવું બહાર આવી શકે તેમ છે.
બીજી તરફ ચપ્પુ જેવું તીક્ષ્ણ હથિયાર મૃતક યુવાનની બાજુમાંથી જ મળી આવતા યુવાનની હત્યા થઈ હોવાની શંકા પણ પોલીસને ઉપજાવી રહી છે. તેમજ કડોદરા પોલીસના જણાવ્યા અનુસાર, પોલીસ દ્વારા તપાસ કરતા મૃતકનો મોબાઈલ પણ મળી આવ્યો હતો જેને ચેક કરતા 108 એમ્બ્યુલન્સ તેમજ 100 નંબર કન્ટ્રોલ રૂમમાં ફોન કરવામાં આવ્યો હતો. જોકે 108 તેમજ 100 નંબર પર ફોન નહિ લાગ્યો હોવાનું જાણવા મળ્યું હતું. જો કે કોલ શા માટે કર્યો હતો એ જાણી શકાયું ન હતું. હાલ તો પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટરમ અર્થે મોકલી આપી પ્રાથમિક અકસ્માતે મોતનો ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.