હાલ જીવન જરૂરી તમામ ચીજ વસ્તુઓના ભાવમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે ફરી એકવાર CNGના ભાવમાં રૂ. 2.58નો વધારો ઝીંકાયો છે. છેલ્લાં દોઢ વર્ષની અંદર ભાવમાં 30થી પણ વધારે રૂપિયાનો વધારો થયો છે. આ વધારા પહેલા એક અઠવાડિયા અગાઉ પણ CNGના ભાવમાં 6.45 રૂપિયા વધારો કરવામાં આવ્યો હતો. જેથી રીક્ષા ચાલકો દ્વારા સ્ટેશન પર સરકાર વિરૂદ્ધ સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ત્યારે ફરી એકવાર અઠવાડિયામાં બીજી વખત ગુજરાત ગેસે ભાવમાં 2.58 રૂપિયા વધારો ઝીંક્યો છે.
હાલ શહેરમાં કુલ 33 લાખ જેટલા વાહનો છે. જેમાંથી અંદાજીત 2 લાખ CNG કાર અને 1.10 લાખ CNG રીક્ષાઓ છે. ત્યારે સુરતમાં 30 પંપ અને 50 પેટ્રોલ પંપ ઉપરાંત એટેચ CNG પંપ આવેલ છે. અદાજીત 80 CNG પંપ પર રોજ 3 લાખ કિલો જેટલા CNGનું વેચાણ થાય છે. CNGમાં 6.45 રૂપિયાનો વધારો થવાથી શહેરના 3.10 લાખ CNG વાહનચાલકો પર રોજનો 8 લાખથી પણ વધારે બોજમાં વધારો થશે.
આ ઉપરાંત CNGના ભાવ વધારા છતાં પણ હાલ સુરતના રિક્ષાચાલકો દ્વારા ભાડામાં વધારો કરાયો નથી. આ ઉપરાંત કહેવામાં આવી રહ્યું છે કે, આવનારા સમયમાં રિક્ષા ચાલકો દ્વારા ભાડામાં વધારો પણ કરવામાં આવી શકે છે.
ગેસ આયાતના કારણે ભાવ વધારો થઇ રહ્યો છે:
આ અંગે ગુજરાત ગેસ કંપનીના એક ઉચ્ચ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ‘સુરતમાં હાલ 80 જેટલા CNGના પંપ આવેલ છે. તમામ પંપ મળીને રોજ ત્રણ લાખ કિલો જેટલા CNG ગેસનું વેચાણ કરે છે. તેમજ ગેસ આયાત કરવો પડતો હોવાના કારણે ભાવમાં વધારો કરવો પડે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.