Junagadh Leopard Attack: દિવસને દિવસે ક્રોનકીટના જંગલો વધી રહ્યાં છે તેમજ વૃક્ષો અને જંગલોનું નાશ પણ થઈ રહ્યું છે તેમ તેમ જંગલીય પ્રાણીઓ માનવ વસવાટમાં ઘૂસી રહ્યાં છે. જેને લઈ અવાર નવાર સિંહ તેમજ દીપડાના હુમલાની ઘટના પણ સામે આવી રહી છે. ત્યારે હાલમાં જૂનાગઢ શહેરમાં આદમખોર દીપડાનો(Junagadh Leopard Attack) ત્રાસ દિવસેને દિવસે સતત વધી રહ્યો છે. જેને લઈ હવે વનવિભાગ પણ એક્શનમાં આવ્યું છે.
જુનાગઢમાં વધુ એક નાના બાળક પર દીપડાએ હુમલો કર્યાનું સામે આવ્યું છે. વિગતો મુજબ જુનાગઢમાં એક બાળક પર દીપડાએ અચાનક હુમલો કરી દીધો હતો. જોકે, દીકરાની માતા આ ઘટના જોઈ જતાં બાળકને બચાવી સારવાર માટે રાજકોટ ખસેડ્યો હતો. જુનાગઢ શહેરના કિરીટનગર દોલતપરા વિસ્તારમાં એક બાળક પર દીપડાએ હુમલો કર્યાનું સામે આવ્યું છે.
મળતી માહિતી અનુસાર, આસિર નામના બાળક પર દીપડાએ હુમલો કર્યો હતો. જોકે, ફળિયામાં જ માતાએ જોઈ જતા પુત્રને દીપડાથી બચાવ્યો હતો. જે બાદમાં ઈજાગ્રસ્ત બાળકને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. મહત્વનું છે કે, દીપડાના હુમલાની ઘટનાને લઈ વનવિભાગ પણ એક્શનમાં આવ્યું છે અને દીપડાને પકડી લેવા પાંજરાઓ મૂકવામાં આવ્યા છે.
અત્રે ઉલેખનીય છે કે, 8 દિવસમાં દીપડાના હુમલાની ત્રીજી ઘટના છે. આ પહેલા ગિરનારમાં લીલી પરિક્રમા દરમિયાન બાળકી પર દીપડાએ હુમલો કર્યો હતો. જે હુમલામાં 11 વર્ષીય પાયલ નામની બાળકીનું કમકમાટી ભર્યું મોત થયું હતું. આ ઘટના પરિક્રમાના રૂટમાં બોરદેવી નજીક બની હતી. પરિક્રમાના રૂટ પર બનેલ દીપડાના હુમલાથી પોલીસ અને વનવિભાગ પણ ઘણું સતર્ક થયું છે. ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન બનેલી આ ઘટનાથી પરિવાર સહિત યાત્રામાં પણ શોકનો માહોલ છવાઇ ગયો હતો.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube